ભરૂચ જિલ્લામાં આધુનિક પાંજરાપોળમાં ગાય,ભેંસ સહિતના 533થી વધુ પશુઓને ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવે છે. ભરૂચ અને આસપાસનાં વિસ્તારનાં પશુઓ માટે આશરો બન્યું છે.
Aarti Machhi, Bharuch: ભરૂચ શહેર અને આજુબાજુના વિસ્તારમાં રસ્તે રઝળતી ગાયને આશરો મળે તે માટે આધુનિક પાંજરાપોળનું નિર્માણ કરાયું છે. પાંજરાપોળમાં અનેક ગાય માટે પીવાનું શુદ્ધ પાણી, લીલો ઘાસચારો સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે. પાંજરાપોળમાં ગાયની સારવાર માટે એક અલગથી વેટેનરી કેન્દ્ર ઉભું કરવામાં આવ્યુ છે.
પાંજરાપોળમાં ગાય સહિત કુલ 533 પશુઓ આશરો
ભરૂચનાં પાંજરાપોળમાં 150 ગાય, વાછરડા અને વાછરડી મળી કુલ 233, સાંઢ 81, બળદ 8, ભેંસ 7, પાડા અને પાડી મળી કુલ 42, બકરા 20, ઘોડા 3 મળી કુલ 533 પશુઓ રાખવામાં આવ્યા છે.
પાંજરાપોળમાં ગાયને ઇન્જેક્શન આપવા માટે સ્ટેન્ડ પણ મુકવામાં આવ્યા છે. ગાય હરી ફરી શકે માટે મોટી જગ્યામાં રાખવામાં આવે છે. પાંજરાપોળમાં મહેન્દ્ર કંસારા, બિપિન ભટ્ટ મેનેજીંગ ટ્રસ્ટી, કૌશિક જોશી પૂંજારી તરીકે સેવા આપે છે.
જન્મદિવસ, પુણ્યતિથિ સહિતના દિવસોએ લોકો આવી દાન કરે છે
અહીં મોટી સંખ્યામાં ગૌભકતો ગાયની સેવા કરવા માટે આવે છે. યુવાનો પોતાના જન્મદિવસ, લગ્નતિથિ, પુણ્યતિથિ નિમિત્તે પાંજરાપોળ ખાતે આવે છે. ગાય માતાને લીલુ ઘાસ ખવડાવે છે. શાકભાજી લાવીને ગાયને ખવડાવે છે.
ભરૂચના મોટા ડોકટરો પોતાના જન્મદિવસ નિમિતે ઘી, ગોળ વાળી રોટલી ખવડાવવા માટે આવે છે. પાંજરાપોળ ખાતે ભાજપ કાર્યકરો સહિત નેતાઓ જન્મદિવસ નિમિત્તે આવી ઘાસચારો ખવડાવી દાન સહિતના કાર્યો કરે છે.
જાગૃત્તિના કાર્યક્રમોનું આયોજન
14 જાન્યુઆરી એટલે મકરસક્રાંતિના રોજ ભકતો મોટી સંખ્યામાં પાંજરાપોળ ખાતે આવી ગાયને ઘાસ ખવડાવી દાન અર્પણ કરે છે. પાંજરાપોળ ખાતે વિશ્વ તુલસી દિવસ સહિતના દિવસની ઉજવણી કરવામાં આવે છે. નવી પેઢીને ગૌ માતાનું મહત્વ અને સંસ્કારોનું સિંચન થાય તે માટે જાગૃત્તિ ફેલાવવામાં આવે છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.