Aarti Machhi, Bharuch: ગુજરાત વિધાનસભાની ચુંટણીના રંગે રંગાયું છે વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભરૂચ આઠ કલાકારોએ ફિલ્મમેકર ડૉ.તરુણ બેંકરના નિર્દેશનમાં બનેલ માઈક્રો ફિલ્મ હોલી ડેમાં અભિનય કરી અનોખો મેસેજ રજુ કર્યો છે. મતદાન એ આપણો અધિકાર છે માટે લોકો મતદાન માટે જાગૃત્ત થાય તે માટે હવે ફિલ્મી કલાકારો પણ આગળ આવી રહ્યા છે. અને તેઓએ મતદાન માટે લોકોમાં જાગૃત્તિ ફેલાય તે માટે એક ફિલ્મ સોશિયલ મીડિયામાં રીલિઝ કરી છે.
જો તમે પણ નોકરી કરતા હોય તો તમને સારી રીતે જાણો જ છો કે સાપ્તાહિક રજાનું મહત્વ શું છે. રજાના દિવસે કોઈના પરિવારમાંથી બહાર ફરવા જવા માટે આયોજન કરવામાં આવે છે. તો કોઈને પોતાને આખા અઠવાડિયાના કામના લોડ બાદ આરામ કરવો હોય છે.
અઠવાડિયામાં માત્ર એક દિવસ કે રજાના દિવસની નોકરી કરતા લોકો રાહ જોતા હોય છે. તેમ છતા રજાના બધાં દિવસો હોલિડે નથી હોતાં, કેટલાંક દિવસો હોલીડે (પવિત્ર દિવસ) પણ હોય છે. ફિલ્મ ‘હોલીડે’માં આ વિષયવસ્તુને બહુ બારીક રીતે વણી લેવામાં આવી છે. ફિલ્મમાં મતદાન અંગેની જાગૃત્તિ ફેલાવવામાં આવી છે. લોકોએ રજા હોય કે ન હોય લોકશાહીના પર્વ પર મતદાન અવશ્ય કરવું જોઈએ. આ અંગેનો મેસેજ રિલીઝ થયેલ એક મિનિટની ફિલ્મમાં આપવામાં આવ્યો છે.
ડૉ.તરુણ બેંકરના નિર્દેશનમાં બનેલ માઈક્રો ફિલ્મ ભરૂચના કલાકારો મેહુલ પટેલ, ડો. વિનોદ ગૌર, સપના નકૂમ, રિદ્ધિશ પટેલ, ગૌરવ પરમાર, કિરણબહેન ગૌર, જયનાબહેન પટેલ અને ડૉ.તરુણ બેંકરે અભિનય કર્યો છે. એક મિનિટની આ ફિલ્મમાં આઠ કલાકારો પોતાનો શ્રેષ્ઠ રોલ ભજવ્યો છે. અને દરેક કલાકારને રોલ કર્યાનો સંતોષ થાય તે માટે તમામ કલાકારોએ ભેગા મળી શોર્ટ ફિલ્મ તૈયાર કરી છે. આ ફિલ્મ યુટ્યુબની મનોરંજન ચેનલ પર રીલીઝ કરવામાં આવી છે.