Aarti Machhi, Bharuch: ભારતભરમાંથી દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર નદીની પરિક્રમા કરે છે. નર્મદા પરિક્રમાએ એક બહુ જ મુશ્કેલ યાત્રા છે. એક પરિક્રમાવાસી એવા છે કે, જે ઓને ડાબા પગે તકલીફ છે. જમીન ઉપર પૂરેપૂરો પગ પણ મૂકી શકતા નથી. તેમ છતાં હિંમત કરીને મા નર્મદાના ભરોસે પરિક્રમા માટે નીકળી પડ્યા છે. જે લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. મધ્ય પ્રદેશના બરેલીથી આશરે 45 વર્ષથી વધુની વય ધરાવતા શિવરાજસિંહ નર્મદા પરિક્રમા માટે આવી પહોંચ્યા હતા. તેઓને ડાબા પગે તકલીફ છે. જમીન ઉપર પૂરેપૂરો મૂકી શકતા નથી, તેમ છતાં તેઓની હિંમતને દાદ આપવા લાયક છે. તેઓ માં નર્મદાના ભરોસે પરિક્રમા માટે નીકળી ગયા છે અને સૌ માટે પ્રેરણારૂપ છે. શિવરાજસિંહ જણાવ્યું હતું કે, વમલેશ્વરમાં આશ્રમમાં એક રાત્રિ રોકાયા હતા. ત્યારબાદ રાત્રીના 3.30 કલાકે બોટથી આવ્યા હતા.
નર્મદાને શિવ પુત્રી કેમ કહેવામાં આવે ?
નર્મદા નદીએ પશ્ચિમ અને મધ્ય ભારતની સૌથી મહત્વની નદી છે. મધ્ય પ્રદેશના અમરકંટકની પહાડીઓમાંથી નીકળીને ભરૂચ નજીક સમુદ્રમાં મળે છે.અમરકંટકથી ભરૂચનાં સમુદ્ર સંગમ સુધી 1312 કિમીની સંપૂર્ણ પરિક્રમા કરતા 3 વર્ષ 3 મહિના અને 13 દિવસનો સમય લાગે છે. આ યાત્રા પોતાનામાં એક અનોખી અને રેવાનાં 11 રહસ્યોનો સાક્ષાત્કાર કરાવનારી હોવાનું પરિક્રમાવાસીઓ કહે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે સમુદ્ર મંથન બાદ નીકળેલા વિષને ગ્રહણ કરતા ભગવાન શિવને પરસેવો થયો હતો. જે પ્રસ્વેદ નદીનું સ્વરૂપ ધારણ કર્યુ તે નર્મદા. એટલે નર્મદાને શિવ પુત્રી કહેવાય છે.
નર્મદા પરિક્રમાના આઠ પ્રકારો છે. મુંડમલ પરિક્રમા, જલેહરી પરિક્રમા, પંચકોષી પરિક્રમા, કાર પરિક્રમા, માર્કંડેય પરિક્રમા, દંડવત પરિક્રમા, હનુમંત પરિક્રમાનો સમાવેશ થાય છે.નર્મદા પરિક્રમા માટે 13 જાતના નિયમો હોય છે દેશ વિદેશથી હજારો લોકો નર્મદા પરિક્રમા માટે ઉમટી પડતા હોય છે. હાલમાં પણ ભરૂચ જિલ્લામાં નર્મદા પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં નજરે પડતા હોય છે. હજારો વર્ષથી નર્મદા નદીની પરિક્રમા કરવામાં આવે છે અને પરિક્રમાવાસીઓ ધન્યતા અનુભવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર