ભરૂચ જિલ્લામાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. કારની ચોરી ઘટના બાદ આજે બાઇકની ઉઠાંતરી થઇ છે. થામ ગામનાં પૂર્વ સરપંચની બાઇકની ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
ભરૂચ જિલ્લામાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. કારની ચોરી ઘટના બાદ આજે બાઇકની ઉઠાંતરી થઇ છે. થામ ગામનાં પૂર્વ સરપંચની બાઇકની ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
Aarti Machhi, Bharuch : ભરૂચ જિલ્લામાં દિનપ્રતિદિન બાઈક તથા કારની ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. વાહન ચોરો અંકલેશ્વરનાં કોસમડી ગામ નજીક પાર્ક કરેલી કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સીસીટીવી કેમેરાનાં ફૂટેજ સામે આવ્યા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં અવાર નવાર ઈકકો કારના સાઇલેન્સરની ચોરીની ઘટનાઓ બને છે. ત્યારે હવે આજે ભરૂચ જિલ્લાના થામ ગામ ખાતે પૂર્વ સરપંચ અજીજ બંગલાવાલાની મોટર સાયકલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા
ભરૂચ જિલ્લાના થામ ગામ ખાતે અલગ અલગ સ્થળોએથી મોટર સાયકલની ઉઠાંતરી ઘટના બની છે. ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. હવે પૂર્વ સરપંચની જ મોટર સાયકલની ઉઠાંતરી કરી હોવાથી લોકોમાં ચર્ચાએ જોર પકડયુ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વાહનચોરો રાત્રીના સમયે ચોરીના ગુનાને અંજામ આપી રહ્યા છે. આ અંગે હજી સુધી કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પૂર્વ સરપંચ અજીજ બંગલાવાલા અને ઐયુબ બંગલાવાલા આજે પોલીસ ફરિયાદ દાખલ કરાવશે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.