ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ પ્રોજેકટનું 85% કામ પૂર્ણ થયું
અંકલેશ્વરમાં પાંચ કરોડ રૂપિયાનાં ખર્ચે તળાવની બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે. હાલ 85 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. અહીં વોક-વે, ગાર્ડન,જીમ સહિતની સુવિધા રહેશે. જાન્યુઆરીનાં અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં લોકાર્પણ કરવામાં આવશે.
Aarti Machhi, Bharuch: અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કાર્યો પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા ગામ તળાવના બ્યુટીફિકેશન માટે ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા કામનું 85% કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની વાત કરીએ તો પાલિકા દ્વારા લાઇટિંગ, ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને પોણા કિલોમીટરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવશે.લોકોને પ્રથમ વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે.
અંકલેશ્વરમાં વોક-વેલ, ગાર્ડન સહિતની સુવિધા
નગરપાલિકા દ્વારા થનાર પ્રોજેક્ટમાં તળાવ બનાવવામાં આવ્યું છે. તેની આજુબાજુમાં વોક વે બનાવમાં આવશે.
સિનિયર સિટીઝનો અને નાના બાળકો માટે ગાર્ડન બનાવવામાં આવશે. તેમજ નાના બાળકો માટે રમત-ગમતના સાધનો ગાર્ડનમાં મૂકવામાં આવશે.
લોકો કસરત કરી શકે તે માટે જીમના સાધનો મૂકવામાં આવશે. અહી એક્યુપ્રેશર વોક-વે પણ બનાવવામાં આવશે. પાંચ કરોડ રૂપિયામાં બજેટનો પ્રોજેક્ટ જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં તૈયાર થઈ જશે. બાદ કામનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવશે.
વિનામૂલ્યે લોકોને પ્રવેશ આપવામાં આવશે
વિનામૂલ્યે લોકોને પ્રવેશ આપવામાં આવશે, તેમ નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું. અહીં ત્રણ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. અહીંનો પોણા 1 km નો વોક-વેમાં વહેલી સવારે લોકો મોર્નિંગ વોક, ડાયાબિટીસના દર્દીઓ પણ વોક કરી શકશે. એક્યુપ્રેશર વોક-વે પણ બનાવવામાં આવ્યો છે.