Home /News /bharuch /Bharuch :2 કિમીની ત્રિજ્યામાં દેશના 3 મોટા પ્રોજેક્ટનું નિર્માણ થશે

Bharuch :2 કિમીની ત્રિજ્યામાં દેશના 3 મોટા પ્રોજેક્ટનું નિર્માણ થશે

ભરૂચમાં નર્મદા નદી ઉપર બે કિલોમીટરની ત્રિજ્યામાં દેશના 3 મોટા મહત્વકાંક્ષી પ્રોજેક્ટના 3 મહાકાય બ્રિજનું નિર્માણ થશે.લોકસભા ચૂંટણી વર્ષમાં જ બુલેટ ટ્રેનનો સૌથી લાંબો બ્રિજ બની જશે.

ભરૂચમાં નર્મદા નદી ઉપર બે કિલોમીટરની ત્રિજ્યામાં દેશના 3 મોટા મહત્વકાંક્ષી પ્રોજેક્ટના 3 મહાકાય બ્રિજનું નિર્માણ થશે.લોકસભા ચૂંટણી વર્ષમાં જ બુલેટ ટ્રેનનો સૌથી લાંબો બ્રિજ બની જશે.

Aarti Machhi, Bharuch : વર્ષ 2022માં ફરી ડબલ એન્જીનની સરકાર રચાય ગઈ છે. હવે વર્ષ 2024માં આવનાર લોકસભા ચૂંટણી ઉપર તમામ ફોક્સ છે. ચૂંટણી પેહલા ભરૂચની નર્મદા નદી ઉપર દેશના સૌથી લાંબા 8 લેન કેબલબ્રિજના નિર્માણ બાદ ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેન અને બુલેટ ટ્રેન માટે 2 બ્રિજના નિર્માણની કામગીરી પૂર્ણ કરવા જોરશોરમાં કામગીરી કરાઈ રહી છે.

91 વર્ષ બાદ સિલ્વર બ્રિજ પછી રેલવેનો બુલેટ ટ્રેન આકાર લેશે



ભરૂચની નર્મદા નદી ઉપર 91 વર્ષ બાદ સિલ્વર બ્રિજ પછી રેલવેના બુલેટ ટ્રેન અને DFC બે મેજર બ્રિજ આકાર લઈ રહ્યા છે. બીજી તરફ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે નો ભારતનો સૌથી લાંબો અને યુનિક 8 લેન ડબલડોઝ કેબલબ્રિજ ક્યારનો તૈયાર થઈ ગયો છે.

બુલેટ ટ્રેન કોરિડોર પરનો સૌથી લાંબો પુલ



બુલેટ ટ્રેન કોરિડોરમાં ગુજરાતમાં નર્મદા નદી પરનો સૌથી લાંબો પુલ જૂન 2024 સુધીમાં પૂર્ણ થશે. નર્મદા નદી પરનો 1.2 કિલોમીટર લાંબો પુલ 508 કિલોમીટરના બુલેટ ટ્રેન કોરિડોર પરનો સૌથી લાંબો પુલ છે. નર્મદા નદી પરના મેજર બ્રિજ સાથે જ ગુજરાતમાં વિવિધ નદીઓ પર નિર્માણાધીન તમામ 20 પુલ જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાની NHSRCL એ સંભાવના વ્યક્ત કરી છે.

ગુડ્ઝ ટ્રેન માટે અલાયાદા ત્રીજા ડબલ ટ્રેકના બ્રિજનું નિર્માણ



દિલ્હી-મુંબઈ ગુડ્ઝ ટ્રેન માટે અલાયાદા ત્રીજા ડબલ ટ્રેકના બ્રિજનું નિર્માણ રેલવે દ્વારા જોરજોરમાં ચાલી રહ્યું છે. નર્મદા નદી ઉપર DFC ના આ બ્રિજ ઉપરથી 100 કિલોમીટરની ઝડપે ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેન દોડનાર છે. આ બ્રિજ પણ 2024 સુધીમાં પૂર્ણ કરવાનુ લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે 2024 સુધીમાં કાર્યરત થશે



નર્મદા નદી ઉપર માત્ર 2 કિલોમીટરની ત્રિજીયામાં જ એક્સપ્રેસ વે, ફ્રેઈટ કોરિડોર અને બુલેટ ટ્રેનના બ્રિજ આવેલા છે. જેમાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે 2024 સુધીમાં કાર્યરત થઈ જતા 8 લેન ડબલડોઝ કેબલ બ્રિજ પરથી 120 કિલોમીટરની રફતારે વાહનો દોડતા થઈ જશે.

ત્રણેય રોડ, રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેકટના મેજર બ્રિજના ડ્રોન ફોટા મૂકી ચિતાર અપાયો

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા નર્મદા નદી ઉપર નિર્માણાધીન આ ત્રણેય રોડ, રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેકટના મેજર બ્રિજના ડ્રોન ફોટા મૂકી જોરોમાં ચાલતી ટ્રિપલ કામગીરીનો ચિતાર આપવામાં આવ્યો છે.
First published:

Tags: Bharuch, Bridge, Bullet train project, Local 18