ભરૂચની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાએ આઈસ સ્ટોકમાં ખેલો ઇન્ડિયામાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ટીમમાં સુરતની સીમરન અગ્રવાલ તથા વિશ્વા, તાપી જિલ્લાની ખ્યાતિ ગામીતનો પણ સમાવેશ થાય છે.
Aarti Machhi, Bharuch: અડગ મનના માનવીને હીમાયલ પણ નડતો નથી. આ પ્રેરણાત્મક ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે ગુજરાતનાં પ્રાચીન નગર એવા ભરૂચનાં અંતરિયાળ વિસ્તારમાં રહેતી નાનકડાં થવા ગામની દ્રષ્ટિ વસાવા. આમ જોઈએ તો સામાન્ય કદ અને કાઠીમાં ઓછપ દેખાતી પણ આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવાની સ્ટોરી ફિલ્મી દુનિયાની સ્ક્રીપ્ટમાં આવતાં વણાકની માફક લટાર મારી વાસ્તવિક બનતી, પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે જીતની જીદને વરેલી યુવાનીના ભરપૂર જોમ- જુસ્સાનું પરિણામ આપતી સફળ યાત્રા છે.
ટીમ ગેમ વુમનમાં ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ટીમમાં નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાએ સિનિયર ગર્લની ટીમને નેતૃત્વ પુરૂં પાડ્યું હતું.જેમાં સુરતની સીમરન અગ્રવાલ તથા વિશ્વા તેમજ તાપી જિલ્લાની ખ્યાતિ ગામીતનો પણ સમાવેશ થાય છે.