છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ હર્ષ પાર્ક સોસાયટીમાં જી.આઈ.ડી.સી.દ્વારા પીવાના પાણીના કનેક્શન,રોડ રસ્તાની સગવડ,ગટર વ્યવસ્થા,સફાઈની વ્યવસ્થા તેમજ સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા નહી કરવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે.
Aarti Machhi, Bharuch: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વિવિધ પક્ષો ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અનેક નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.એવામાં સરકાર દ્વારા મતદાન જાગૃત્તિ અંગે પણ અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ત્યારે લોકો મતદાન અંગે જાગૃત થાય તે હેતુથી સિગ્નેચર કેમ્પેઈન, અવસર રથ સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તો ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી પોતાની પાર્ટીના પ્રચાર માટે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે. તો એક સોસાયટી એવી છે કે જ્યાં શાસક પક્ષે વોટ માંગવા આવું નહી તેવા બેનરો સોસાયટીના ગેટ બહાર લગાવવામાં આવ્યા છે.
હાલ વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહી થતા ભરૂચ જિલ્લા માં લોકો ચૂંટણી બહિષ્કાર કરવાના બેનરો સાથે વિરોધ કરી રહ્યા છે.ત્યારે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ હર્ષ પાર્ક સોસાયટીમાં જી.આઈ.ડી.સી.દ્વારા પીવાના પાણીના કનેક્શન,રોડ રસ્તાની સગવડ,ગટર વ્યવસ્થા,સફાઈની વ્યવસ્થા તેમજ સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા નહી કરવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે.
આજરોજ સ્થાનિકોએ સોસાયટી બહાર પ્રાથમિક સુવિધાઓ પૂરી નહિ પાડવામાં નહિ આવતી હોવાના આક્ષેપ સાથે શાસક પક્ષે વોટ માંગવા આવું નહી તેવા બેનરો લાગ્યા છે.
બેનરમાં નીચે મુજબના મુદ્દાઓ લખવામાં આવ્યા છે.
1.છેલ્લા 27 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે. જેમાં વારંવાર દરેક ચૂંટણી વખતે રજૂઆત કરવા છતાં સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે નલ સે જલ યોજના હોવા છતાં જી.આઇ.ડી.સી એરીયાની બીલકુલ નજીક સોસાયટી આવેલ હોવા છતાં જી.આઈ.ડી.સી. દ્વારા ઘરે પીવાના પાણીના કનેકશન આપવામાં આવેલ નથી.2. તમામ ટેક્ષ ભરવા છતાં સોસાયટીમાં રોડ રસ્તાની સગવડ નથી.3. તમામ ટેક્ષ ભરવા છતાં સોસાયટીમાં ગટરની વ્યવસ્થા નથી.4. તમામ ટેક્ષ ભરવા છતાં સફાઈની વ્યવસ્થા નથી.5. તમામ ટેક્ષ ભરવા છતાં સોસાયટીમાં સ્ટ્રીટલાઈટની વ્યવસ્થા નથી.
ઉપરોકત તમામ પ્રાથમિક સગવડો ન મળતી હેવાથી અને દરેક શાસક પક્ષે અમારી સોસાયટીમા મત માંગવા આવવુ નહી.ચૂંટણી વખતે ઠાલા વચન આપવામાં આવે છે. આ અંગેના બેનરો સોસાયટીમાં ગેટ બહાર લગાવવામાં આવતા રાજકીય પક્ષોમાં દોડધામ મચી જવા પામી હતી.