ભરૂચના નેત્રંગના હાથાકુંડી ગામના કોટવાડિયા સમાજે આદિ અનાદિ કાળથી વાંસની વસ્તુઓમાંથી બનતી હસ્તકળાને આજે પણ જીવંત રાખી છે. સમાજના કારીગરી તૈયાર વસ્તુ ગામડે ગામડે ફરી વેચાણ કરે છે.
Aarti Machhi, Bharuch: ભરુચના નેત્રંગ તાલુકાના અંતરિયાળ એવા હાથાકુંડી ગામના આદિમ જુથ કોટવાળીયા સમુદાય દ્વારા હસ્તકલાથી વાંસની વસ્તુઓ બનાવવામાં આવે છે.
આદિમ તરીકે ઓળખાતા કોટવાડિયા સમાજ દ્વારા વર્ષોથી વાંસની વસ્તુઓ બનાવવામાં આવે છે. આદિ અનાદિકાળથી તેઓએ પરંપરા જાળવી રાખી છે. તેઓને ભેટસોગાદ રૂપે પૂર્વજો તરફથી આ કળા મળી છે.
તેઓ સુપડા, ટોપલીઓ, સૂપડીઓ, સાદડીઓ સહિતની નાની નાની વસ્તુઓ વાંસમાંથી બનાવે છે અને ત્યારબાદ ટોપલામાં ભરીને ગામડે ગામડે ફરીને વસ્તુઓ વેચે છે. એમાંથી મળતા પૈસાથી તેઓ પોતાનું ગુજરાત ચલાવે છે.
વર્ષ 2001માં વાંસમાંથી ફર્નિચર બનાવાની તાલીમ અપાઈ
વર્ષ 2001માં આગા ખાન સંસ્થા આવ્યું હતું. સંસ્થાના માધ્યમથી આદિમ જૂથના ભરૂચ જિલ્લામાં સાત ગામડા છે. રૂપઘાટ, ઘોડી, વરખડી, જામુની, પૂંજ પુંજીયા, મોટનગર, પીંગોટ આ સાત ગામને એક મંડળી ઊભી કરીને સંસ્થાએ બહારથી કારીગર લાવીને વાંસમાંથી ફર્નિચર બનાવવાની તાલીમ આપી હતી.
એમાંથી બેડ, આરામ ચેર, બેબી ચેર, ટેબલ, ડાઇનિંગ ટેબલ સહિત લગભગ 150 જેટલા ફર્નિચરો ડિઝાઇન કરાવ્યા હતા. અને પછી તેઓ એક કીટ આપી હતી.
વર્ષ 2014થી બધા પોત પોતાની રીતે વાંસમાંથી વસ્તુઓ બનાવે છે. એમાં તેઓએ આદિમ જુથ વજીર કોટવાળીયાએ તાનો અલગ ઊભુ કરીને એક પ્રાઇવેટ લિમિટેડ જેવું શરૂ કર્યું છે. તેઓ જિલ્લાના પ્રોગ્રામ, રાજ્ય લેવલના પ્રોગ્રામમાં ગયા હતા. ધીરે ધીરે નેશનલ લેવલના પ્રોગ્રામમાં પણ તેઓએ ભાગ લીધો હતો. અને વાંસથી બનાવેલી વસ્તુઓની રજૂઆત કરી હતી.
જનજાતિ મંત્રાલય એટલે કે ભારત સરકારની ઉદ્યોગ મંત્રાલય તરફથી આદિ અનાદિ કાળથી કામ કરતા આવ્યાએ સમાજને ઉપર લાવવા માટે ટ્રાયફેડ સંસ્થા પોષણ પૂરું પાડે છે. તેના માધ્યમથી આખા દેશભરમાં નેશનલ ફેસ્ટિવલ યોજાય છે.
એમાં હરિયાણા, દિલ્હી, પંજાબ, આસામ, કેરળ, કર્ણાટક, ઝારખંડ, રાંચી સહિત દેશના ઘણા ભાગોમાં પ્રોગ્રામ થાય છે. એમાં તેઓ વાંસમાંથી બનાવેલી વસ્તુઓની ત્યાં પ્રેઝન્ટ કરે છે. તેમાં તેઓને લોકોને સારો પ્રતિભાવ મળે છે. તેઓને વાંસમાંથી બનાવેલી વસ્તુઓને લઇ ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે. દિલ્હી, મધ્ય પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, આસામ, કેરળ, તમિલનાડુ, પુંડુંચેરી સહિતના સ્થળોએથી નેશનલ એવોર્ડ પણ મેળવ્યો છે.