
કોંગ્રેસના વરીષ્ઠ નેતા અહેમદ પટેલે આજે અમદાવાદમાં કોગ્રેસ વિસ્તૃત કારોબારી બાદ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,ભરતસિંહ અને શંકરસિંહ વચ્ચે કોઇ મતભેદ નથી.કેટલાક લોકો ખોટી વાતો ફેલાવે છે.હવે કોંગ્રેસ સરકાર આવશે.એએમસી બોડકદેવ કોમ્યુનિટિ હોલમાં આ બેઠક મળી હતી. કોંગ્રેસની કારોબારીમાં 2017ની વિધાનસભા ચુંટણી જીતવા મંથન કરાયું હતું. અહેમદ પટેલે વધુમાં કહ્યુ કે ટિકિટ માટે કોઇની ભલામણ ચાલશે નહી.