Home /News /bharuch /આ બેઠક રાતોરાત આવી ચર્ચામાં, ભાજપ-કોંગ્રેસમાંથી બે સગા ભાઇ સામસામે

આ બેઠક રાતોરાત આવી ચર્ચામાં, ભાજપ-કોંગ્રેસમાંથી બે સગા ભાઇ સામસામે

ભાજપ-કોંગ્રેસમાંથી બે સગા ભાઇ સામસામે

Gujarat election 2022: ભાજપે તેની સિક્યોર ગણાતી બેઠક પર ધારાસભ્યને રિપીટ કર્યા છે, ત્યારે કોંગ્રેસે ભાજપનો ગઢ ગણાતી બેઠકમાં ગાબડું પાડવા તેમના જ સગા ભાઇને મેદાને ઉતાર્યા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Anklesvar (Ankleshwar), India
    અંકલેશ્વર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત નિશ્ચિત કરવા માટે અનેક સમીકરણોને આધારે ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતારવામાં આવી રહ્યા છે, ત્યારે આ વખતે અંકલેશ્વર બેઠક ખાસ ચર્ચામાં આવી છે. અહીં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થઇ ગયા છે. આ બેઠક પર બે સગા ભાઇઓ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ભાજપે તેની સિક્યોર ગણાતી બેઠક પર ધારાસભ્યને રિપીટ કર્યા છે, ત્યારે કોંગ્રેસે ભાજપનો ગઢ ગણાતી બેઠકમાં ગાબડું પાડવા તેમના જ સગા ભાઇને મેદાને ઉતાર્યા છે.

    ભાઇ-ભાઇ આમને-સામને

    ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી તેમાં અંકલેશ્વર બેઠક પરથી ઇશ્વરસિંહ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક ભાજપના કબ્જામાં છે અને સતત ચાર ટર્મથી ઇશ્વરસિંહ પટેલ ભગવો લહેરાવતાં આવ્યા છે. સ્વભાવિક રીતે ભાજપે તેમને પાંચમી ટર્મ માટે પણ રિપીટ કર્યા છે. ઇશ્વરસિંહ પૂર્વ મંત્રી છે. તેઓ સરકારમાં સહકાર અને વાહનવ્યવહાર મંત્રી રહી ચૂક્યા છે. બીજી બાજુ, કોંગ્રેસે રણનીતિના ભાગરૂપે તેમના જ સગા ભાઇ વિજયસિંહ પટેલને ટિકિટ આપી છે.

    આ પણ વાંચો: સોમાભાઇ પટેલના કોંગ્રેસમાં આવવા મરણિયો પ્રયાસ; ગણદેવીમાં કોંગ્રેસે ઉમેદવાર બદલ્યો

    અંકલકેશ્વર વિધાનસભા બેઠક

    અંકલેશ્વર દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું મુખ્ય મથક છે. આ શહેર મુંબઇથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ રેલ્વે માર્ગ પર આવેલું છે. આ સાથે જ ગુજરાતની 182 વિધાનસભા સીટો પૈકી અંકલેશ્વર 154 નંબરની વિધાનસભા બેઠક છે. વર્ષ 2017 પ્રમાણે આ મતવિસ્તારમાં કુલ 220311 મતદારો છે, જેમાંથી 115421 પુરૂષ, 104884 મહિલા અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

    જંગી લીડથી જીતે છે ઇશ્વરસિંહ પટેલ

    2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલનો વિજય થયો અને કોંગ્રેસના અનિલકુમાર છીતુભાઈ ભગતની હાર થઈ હતી. AAPએ ક્ષેત્રપાલ દુર્ગાપ્રસાદને ટિકિટ આપી, બસપાએ ચતનભાઈ કાનજીભાઈને ટિકિટ આપી હતી. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ગત વખતે કોંગ્રેસના મગનભાઈ બાલુભાઈ પટેલને હરાવીને આ બેઠક કબજે કરી હતી. આ દરમિયાન ઈશ્વરસિંહને 82645 મત મળ્યા હતા અને માત્ર 51202 મતદારોએ કોંગ્રેસના મગનભાઈ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓ લગભગ 20 હજાર મતોથી જીત્યા હતા.

    1990થી ભાજપનો કબજો

    અહી ઉલ્લેખનીય છે કે, આ સીટ પર 1990થી ભાજપનો કબજો છે અને ઈશ્વર સિંહ છેલ્લા ત્રણ વખતથી આ સીટ પરથી ધારાસભ્ય છે. આ વખતે પણ ભાજપે ઈશ્વરસિંહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 2012, 2007, 2002માં ઇશ્વરસિંહ, 1998માં આયંતભાઇ જીણાભાઇ પટેલ, 1995માં રતનજીભાઇ બાલુભાઇ પટેલ જીત્યા હતા. અહીં કોંગ્રેસે છેલ્લી વખત 1985માં જીતનો સ્વાદ ચાખ્યો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bjp gujarat, Congress Gujarat, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन