Home /News /bharuch /ભરુચ: પાણીથી ઘેરાયેલા આ ટાપુ પર પ્રથમ વખત શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાયું

ભરુચ: પાણીથી ઘેરાયેલા આ ટાપુ પર પ્રથમ વખત શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાયું

ટાપુ ઉપર પ્રથમ વખત શિપિંગ કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું કરાયું

Gujarat election 2022 phase 1 voting: ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટના 212 જેટલા મતદારો વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ઘરઆંગણે જ મતદાન કર્યું છે.

    ભરુચ: આજે ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે, ત્યારે ભરૂચમાં વાગરાના આલિયાબેટમાં 212 જેટલા મતદાતાઓએ પ્રથમ વખત ચૂંટણીમાં ઘર આંગણે મતદાન કર્યું છે. પાણીથી ઘેરાયેલા આ ટાપુ પર પ્રથમ વખત શિપિંગ કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું કરાયું છે. અગાઉ અહીં મતદાતાઓને 82 કિલોમીટર દૂર મતદાન કરવા જવું પડતું હતું.

    અગાઉ મતદાન માટે 82 કિ.મી. દૂર જવું પડતું હતું

    ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટના 212 જેટલા મતદારો વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ઘરઆંગણે જ મતદાન કર્યું છે. પાણીથી ઘેરાયેલા ટાપુ ઉપર પ્રથમ વખત શિપિંગ કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું કરાયું હતું. અગાઉ મતદાન માટે 82 કિ.મી. દૂર જવું પડતું હતું. જે માટે વિશેષ બસની વ્યવસ્થા કરાતી હતી. આઝાદીના 75 વર્ષ બાદ પ્રથમ વખત આલિયાબેટ ખાતે વિધાનસભા ચૂંટણી માટે મતદાન મથક ઊભું કરાયું છે.

    આ પણ વાંચો: જૂનાગઢમાં મૂળ પાકિસ્તાની મહિલાએ કર્યુ મતદાન; 4 વર્ષથી ગુજરાતમાં સ્થાયી

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. આજે પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

    " isDesktop="true" id="1292995" >
    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bharuch, Gujarat Assembly Election 2022

    विज्ञापन
    विज्ञापन