Home /News /bharuch /ચૂંટણી પહેલા BTPમાં ભારે ડખો! ઝઘડિયાથી કાલે ફોર્મ ભરવાની છોટુભાઈની જાહેરાત

ચૂંટણી પહેલા BTPમાં ભારે ડખો! ઝઘડિયાથી કાલે ફોર્મ ભરવાની છોટુભાઈની જાહેરાત

છોટુભાઈ વસાવાએ ટ્વીટ કરી નવો ધડાકો કર્યો છે.

Gujarat election 2022: છોટુભાઈ વસાવાએ ટ્વીટ કરી નવો ધડાકો કર્યો છે. આવતીકાલે ઝઘડિયાથી ફોર્મ ભરવાની છોટુભાઈએ જાહેરાત કરી છે. છોટુભાઈએ પાર્ટી અંગે ખુલાસો કર્યો નથી.

    ભરુચ: ચૂંટણી પહેલા BTPમાં ભારે ડખો સામે આવ્યો છે. છોટુભાઈ વસાવાએ ટ્વીટ કરી નવો ધડાકો કર્યો છે. આવતીકાલે ઝઘડિયાથી ફોર્મ ભરવાની છોટુભાઈએ જાહેરાત કરી છે. છોટુભાઈએ પાર્ટી અંગે ખુલાસો કર્યો નથી. આ સાથે જ ચર્ચા છે કે, છોટુભાઈ વસાવા અપક્ષ ઉમેદવારી કરી શકે છે.

    ઝઘડિયા બેઠકના રાજકારણમાં નવો વળાંક

    ઝઘડિયા બેઠકના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. છોટુ વસાવાએ ટ્વીટ કરી આવતીકાલે ફોર્મ ભરશે તેવી માહિતી આપી છે. આ સાથે જ ટેકેદારોને હાજર રહેવા અનુરોધ કરાયો છે. હાલ તેમના દ્વારા ફોર્મ ભરવાની વાત કરવામાં આવી છે, જ્યારે હાલ પક્ષ અંગે સસ્પેન્સ અકબંધ છે. જાહેરાત બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે, છોટુ વસાવા સોમવારે અપક્ષમાં ઉમેદવારી કરી શકે છે.


    આ પણ વાંચો: પોરબંદર બેઠક પર એક સમાજના બે દિગ્ગજ ચહેરા સામ સામે

    છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાનું રાજીનામું

    આ ચૂંટણીમાં પિતા-પુત્ર વચ્ચે દખો સામે આવ્યો છે, ત્યારે છોટુભાઇ વસાવાની ટ્વિટથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ, છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે BTP અને BTTSના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી માહિતી આપી છે. મહેશ વસાવા દ્વારા છોટુ વસાવાની અવગણના થતાં હોવાના આક્ષેપો પણ છે. નોંધનીય છે કે, દિલીપ વસાવા BTP અને BTTSના ગુજરાતના મહાસચિવ હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bharuch, Chotu Vasava, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन