અંકલેશ્વર: ગુનાખોરી ડામવા માટે ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા હોય તેવા લોકોને પાડવા માટે સુરત પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું છે. તેવામાં અંકલેશ્વર રૂરલમાં વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ધાડપાડુ દ્વારા હુમલો કરી 3 સિક્યોરિટી જવાનોની હત્યા કરી છેલ્લા લાંબા સમયથી નાસતા ફરતી આ ગેંગના બે આરોપીઓને સુરત પોલીસે ઝડપી પાડ્યા છે. ધાડપાડુ ટોળકીએ હથિયારો સાથે કંપનીના 6 જેટલા સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરી આંતક મચાવ્યો હતો.
કચારી ત્રિપલ મર્ડર સાથે ધાડના બે આરોપી ઝડપાયા
અંકલેશ્વર રૂરલમાં બનેલા ચકચારી ત્રિપલ મર્ડર સાથે ધાડના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. ચકચારી ત્રિપલ મર્ડર સાથે ધાડના ગુનામાં સંડોવાયેલા બે આરોપી સુરત શહેરમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી વેડ દરવાજા પાસેથી આરોપી વિકાસ ઉર્ફે ટકો નાગુસિગ ચૌહાણ અને મહેન્દ્ર ઉર્ફે મહેશ ઉર્ફે માયા ઉર્ફે મનીયો હરીભાઈ ભીલારે ઝડપી પાડી પાડ્યા છે.
પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરાઇ રહી છે. આરોપીઓએ 17 સપ્ટેમ્બર,2019ના રોજ રાતે અંકલેશ્વર ઉટીયાદરા ગામની સીમમાં પી.જી. ગ્લાસ નામની બંધ કંપનીમાં હથિયારો સાથે કંપનીના 6 જેટલા સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરી આંતક મચાવ્યો હતો. આ હુમલામાં કંપનીના 3 સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ખૂન અને ધાડનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આ બંને આરોપીઓ સંડોવાયેલા હતા અને તેઓ છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા હતા. જોકે, પોલીસે આ મામલે આરોપી અટકાયત કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી વધુ તપાસ માટે અંકલેશ્વર પોલીસને હવાલે કર્યા છે.