Home /News /bharuch /

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી ઝઘડિયા બેઠક, ભાજપનું અહીં ખાતુ નથી ખુલ્યું, શું છે કારણ?

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી ઝઘડિયા બેઠક, ભાજપનું અહીં ખાતુ નથી ખુલ્યું, શું છે કારણ?

Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં એક એવી બેઠક કે જ્યાં ભાજપનું ખાતું પણ નથી ખુલ્યુ. ઝઘડિયા બેઠક પર ભાજપ હજુ જીત્યું નથી.

Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં એક એવી બેઠક કે જ્યાં ભાજપનું ખાતું પણ નથી ખુલ્યુ. ઝઘડિયા બેઠક પર ભાજપ હજુ જીત્યું નથી.

  ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણી આયોગે હજુ સુધી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી નથી. આ વિધાનસભા ચૂંટણીમાં માત્ર ભાજપ કોંગ્રેસ જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડશે. જેથી આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ લડાશે. તમામ લોકોની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી પર રહેશે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી ખૂબ જ રસાકસીભરી રહેશે. ત્રણેય પક્ષોએ વર્ષ 2022માં સભાઓની શરૂઆત આદિવાસી વિસ્તારમાંથી કરી. આમ આદમી પાર્ટીએ તો આદિવાસી વિસ્તારમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આજે અહીંયા અમે તમને ઝઘડિયા વિધાનસભા બેઠક વિશે જાણકારી આપી રહ્યા છીએ. આ એક એવી બેઠક છે, જ્યાં ભાજપ હજુ સુધી પોતાનું ખાતુ ખોલાવી શકી નથી.

  ઝઘડિયા વિધાનસભા બેઠક

  ગુજરાત વિધાનસભામાં કુલ 182 વિધાનસભા બેઠક છે. ઝઘડિયા ભરૂચ જિલ્લાનો એક ભાગ છે અને આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત રાખવામાં આવી છે. આ વિધાનસભા બેઠક પર ભાજપ હજુ સુધી ખાતુ ખોલાવી શકી નથી.

  આ બેઠક પર સતત 7 ટર્મથી એટલે કે, 35 વર્ષથી છોટુભાઈ વસાવા જીતતા આવ્યા છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના ઉમેદવારે ભાજપ ઉમેદવાર રવજીભાઈ વસાવાને હરાવીને જીત મેળવી હતી. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં છોટુભાઈ વસાવા જનતા દળ (JD) પાર્ટીમાંથી ઊભા રહ્યા હતા અને કોંગ્રેસ ઉમેદવાર બાલુભાઈ વસાવાને હરાવ્યા હતા.

  વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017છોટુભાઈ વસાવાBTP
  2012છોટુભાઈ વસાવાJD(U)
  2007છોટુભાઈ વસાવાJD(U)
  2002છોટુભાઈ વસાવાJD(U)
  1998છોટુભાઈ વસાવાJD(U)
  1995છોટુભાઈ વસાવાIND
  1990છોટુભાઈ વસાવાJD
  1985રેવદાસભાઈ વસાવાકોંગ્રેસ
  1980રેવાદાસભાઈ વસાવાકોંગ્રેસ
  1975ઝીણાભાઈ વસાવાકોંગ્રેસ
  1972ચીમનલાલ વસાવાકોંગ્રેસ
  1967Z.R.વસાવાકોંગ્રેસ
  1962ધનુબેન વસાવાકોંગ્રેસ

  છોટુ વસાવાને આદિવાસીઓ માને છે મસીહા

  ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના સ્થાપક અને ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક પરથી 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા છોટુ વસાવાને ગરીબોના મસીહા કહેવામાં આવે છે. છોટુ વસાવા ગુજરાતની 15 ટકા આદિવાસી વોટ બેન્ક પર પકડ ધરાવે છે. ભરૂચ અને નર્મદામાં છોટુ વસાવાનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. આ વિસ્તારના લોકો છોટુ વસાવાને મસીહા માને છે.

  દબંગ નેતાની છાપ ધરાવતા છોટુ વસાવા પહેલા જનતા દળ (JD)ની ટીકીટ પરથી ચૂંટણી લડતા હતા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા છોટુ વસાવાએ અચાનક જનતા દળમાંથી પોતાનો છેડો ફાડી લીધો હતો. ત્યારબાદ તેમણે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ની રચના કરી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમની ભારતીય ટ્રાઈબલ પાર્ટીના બે ઉમેદવારો જીત્યા હતા.

  છોટુ વસાવા ઝઘડિયા બેઠક પરથી 7 વાર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. વર્ષ 1990માં જનતા દળ તરફથી પહેલી વાર ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને જીત મેળવી હતી. ત્યારબાદ તેઓ સતત આ બેઠક પરથી અત્યાર સુધી ચૂંટણી જીતતા આવ્યા છે. તેમના પુત્ર મહેશ વસાવા પણ નર્મદા જિલ્લાની દેડિયાપાડા બેઠક પરથી ધારાસભ્ય છે.

  આદિવાસીઓમાં મહેશ વસાવા 'ભાઈ' તરીકે જ્યારે છોટુભાઈ 'દાદા' તરીકે ઓળખાય છે. વસાવા પિતા-પુત્ર માને છે કે, જેવી રીતે અમેરિકાના વોશિંગ્ટન ડીસી સ્થિત 'વ્હાઇટ હાઉસ' દુનિયામાં સત્તાનું કેન્દ્ર છે. એવી જ રીતે આદિવાસીઓનું પણ શક્તિકેન્દ્ર હોવું જોઈએ.

  AAP અને BTPનું ગઠબંધન

  ગુજરાતમાં આદિવાસી વોટ બેંકમાં ખાડો પાડવા માટે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ આદિવાસી સમુદાયમાં પકડ ધરાવતા BTP સાથે ગઠબંધન કર્યું છે. BTPના સ્થાપક અને ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા બાદ સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

  ગુજરાતમાં BTPના બે અને રાજસ્થાનમાં ત્રણ ધારાસભ્યો છે. રાજસ્થાનના ઉદયપુર, ડુંગરપુરના વિસ્તારોમાં BTPની મજબૂત પકડ છે, જ્યારે ગુજરાતના બાંસવાડા, બનાસકાંઠા, અંબાજી, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં સારી એવી પકડ છે.

  વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં BTP કોંગ્રેસ સાથે લડી હતી. જેનો રાજકીય ફાયદો આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ અને BTP બંને પક્ષોને થયો હતો. જેથી કોંગ્રેસે આદિવાસીઓ માટે અનામત 27 બેઠકમાંથી 17 બેઠક જીતી હતી. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદથી કોંગ્રેસનું માત્ર 13 બેઠક પર પ્રભુત્વ રહ્યું છે.

  લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ભંગાણ

  વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં BTPએ કોંગ્રેસ પાસે ભરૂચ બેઠક છોડવાની માંગ કરી હતી. તેમ છતાં કોંગ્રેસે તેના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. આ કારણોસર BTPમાં કોંગ્રેસ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. BTPને હવે આમ આદમી પાર્ટીના રૂપમાં મજબૂત વિકલ્પ મળ્યો છે. અરવિંદ કેજરીવાલ અને BTPએ ગઠબંધનની જાહેરાત કરી છે.

  આદિવાસી સમાજનું પ્રભુત્વ

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેથી તમામ રાજકીય પક્ષોએ આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ સીટો કબ્જે કરવા માટે આદિવાસી વિસ્તારોમાંથી પ્રચાર શરૂ કર્યો છે.

  ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 27 બેઠક પર આદિવાસી સમુદાયનો નોંધપાત્ર પ્રભાવ છે અને પાંચ જિલ્લામાં આદિવાસીઓની નોંધપાત્ર વસ્તી છે. ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ અનેક પેટા જાતિઓમાં વહેંચાયેલો છે.

  જેમાં ભીલ, દુબલા, ધોડિયા, રાઠવા, વરલી, ગાવિત, કોકણા, નાયકરા, ચૌધરી, ધનકા, પટેલિયા અને કોળી (આદિવાસીઓ)નો સમાવેશ થાય છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરતમાં આદિવાસી સમાજના લોકો હારજીત નક્કી કરે છે.

  રાજકીય પાર્ટીઓ માટે આદિવાસી સમાજ વોટબેન્ક

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ તમામ પક્ષો આદિવાસીઓને રિઝવવાના પ્રયાસ કરે છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ BTP દ્વારા આદિવાસી સમાજને પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

  આદિવાસી વોટ બેન્કને આકર્ષવા માટે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આદિવાસી સમાજના ચાર નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દાહોદમાં આદિવાસી સંમેલન કર્યું હતું અને જનસભાઓ ગજવી હતી.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Jhagadia

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन