Home /News /bharuch /Gujarat election 2022: ભાજપનો ગઢ રહી છે વાગરા વિધાનસભા બેઠક, જાણો ચૂંટણી સમીકરણો અને રાજકીય રસાકસી
Gujarat election 2022: ભાજપનો ગઢ રહી છે વાગરા વિધાનસભા બેઠક, જાણો ચૂંટણી સમીકરણો અને રાજકીય રસાકસી
ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠકની અત્યાર સુધી 13 વખત યોજાયેલી ચૂંટણીમાં ભાજપ માત્ર 3 વખત જયારે કોંગ્રેસ 10 વખત વિજય મેળવી ચુકી છે.
Vagra assembly constituency : આ બેઠક પર શરૂઆતથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. વર્ષ 1967માં યોજાયેલી ચૂંટણી એન. એમ કણસારાએ ફરી કોંગ્રેસ માટે આ સીટ જીતી હતી. તો વર્ષ 1972માં 6297ના માર્જીન સાથે ફતેસિંહજી પ્રતાપસિંહજીએ ફરી કોંગ્રેસના નામે જીતનો તાજ પહેર્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) પહેલા રાજ્યના રાજકારણમાં પરંપરાગત હરીફ ગણાતા ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે વધુ બે પક્ષો આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મેજલિસ-એ-ઈત્તિહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM)એ પણ ઝુકાવ્યું છે. ઓવૈસીએ મધ્ય-દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મજબૂત પકડ ધરાવતા છોટુભાઈ વસાવાની ભારત ટ્રાઈબલ પાર્ટી (BTP) સાથે જોડાણ કર્યું છે. આ સાથે જ ભાજપ અને કોંગ્રેસે પણ આ રેસમાં દોડવા મુઠ્ઠીઓવાળી લીધી છે. આજે આ લેખમાં અમે તમને ભરૂચ જીલ્લાની મહત્વની વિધાનસભા બેઠક વાગરાના રાજકીય સમીકરણો અને જાતિગત પાસાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.
વાગરા બેઠકના ચૂંટણી ઇતિહાસ પર એક નજર
ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠકની (vagra assembly constituency) અત્યાર સુધી 13 વખત યોજાયેલી ચૂંટણીમાં ભાજપ માત્ર 3 વખત જયારે કોંગ્રેસ 10 વખત વિજય મેળવી ચુકી છે. બેઠક પર મુસ્લિમ મતદારો સૌથી વધારે નિર્ણાયક ભૂમિકા ભજવતાં હોય છે. તાજેતરમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસને બહુમતી મળી હતી. વાગરા વિધાનસભા બેઠકની સૌથી પહેલી ચૂંટણી 1962માં યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર માનસિંહજી વિજેતા બન્યાં હતાં.
આ બેઠક પર શરૂઆતથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. વર્ષ 1967માં યોજાયેલી ચૂંટણી એન. એમ કણસારાએ ફરી કોંગ્રેસ માટે આ સીટ જીતી હતી. તો વર્ષ 1972માં 6297ના માર્જીન સાથે ફતેસિંહજી પ્રતાપસિંહજીએ ફરી કોંગ્રેસના નામે જીતનો તાજ પહેર્યો હતો. વર્ષ 1975માં કોંગ્રેસને વધુ એક સફળતા મળી અને રાણા વિજયસિંહજીએ વિજય રથની સવારી કરી. 1980માં કોંગ્રેસ (આઇ)ના પ્રભાતસિંહ મકવાણાએ નિર્ણાયક ભૂમિકા ભજવી અને અહીં ફરીથી પંજાનું સાશન શરૂ થયુ હતું. તો 1985માં પઓ કોંગ્રેસના ઉમેદવાર મહિડા હરીસિંહે આ બેઠક પર જીતનો પરચમ લહેરાવી કોંગ્રેસ માટે આ બેઠકને જાળવી રાખી હતી.
વાગરા બેઠક પર યોજાયેલી ચૂંટણીઓ
ચૂંટણી વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
અરૂણસિંહ રાણા
ભાજપ
2012
અરૂણસિંહ રાણા
ભાજપ
2007
ઇકબાલ પટેલ
કોંગ્રેસ
2002
રાશીબા ઇકબાલ પટેલ
કોંગ્રેસ
1998
ઇકબાલ ઇબ્રાહિમ પટેલ
કોંગ્રેસ
1995
વનસિંહ ખુમાનસિંહ
ભાજપ
1990
વિક્રમસિંહજી ચૌહાણ
ભાજપ
1985
હરિસિંહ માહિદ
કોંગ્રેસ
1980
પ્રભાતસિંહજી મકવાણા
કોંગ્રેસ(આઇ)
1975
વિજયસિંહજી રાણા
કોંગ્રેસ
1972
ફતેસિંહજી પ્રતાપસિંહજી
કોંગ્રેસ
1967
એન. એમ. કંસારા
કોંગ્રેસ
1962
માનસિંહજી ભાઇસાહેબ સા
કોંગ્રેસ
પરંતુ 1990માં ભાજપની એન્ટ્રી સાથે કોંગ્રેસના સુપડા સાફ થયા અને ભાજપના ઉમેદવાર વિક્રમસિંહ ચૌહાણે જીત મેળવી હતી. ત્યાર બાદ ભાજપે પાછું વળીને નથી જોયું અને 1995માં ભાજપના ઉમેદવાર વાંસિયા ખુમાણસિંહે ફરી ભાજપને જીત અપાવી હતી. જોકે વર્ષ 1998માં આ બેઠક પર કોંગ્રેસના ઇકબાલ ઇબ્રાહિમ પટેલે ભાજપને મ્હાત આપી હતી.
વર્ષ 2002માં પણ કોંગ્રેસના રાશિદા ઇકબાલ પટેલે જીતી મેળવી હતી. જ્યારે 2007માં ફરી કોંગ્રેસના ઇકબાલ પટેલે આ બેઠક પર પોતાની જીત સુનિશ્ચિત કરી હતી. પરંતુ સતત 3 ટર્મથી સાશન કરી રહેલી કોંગ્રેસની આ સત્તા વધુ ટકી શકી નહીં અને 2012 અને 2017માં ભાજપ ફરી આ બેઠક જીતવામાં સફળ રહી છે. હવે આ વર્ષે એટલે 2022ની વિધાનસભા ચૂંટણીમાં મતદારો કોનો સાથ આપે છે તે જોવાનું રહેશે.
આ બેઠક પર કેવા છે જાતિગત સમીકરણો?
બેઠક પર મુસ્લિમ મતદારોનું સૌથી વધારે પ્રભુત્વ રહેલું છે. વાગરામાં હાલ ભાજપના અરૂણસિંહ ધારાસભ્ય છે. અહીં તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી. બેઠક પર મુસ્લિમ મતદારોનું સૌથી વધારે પ્રભુત્વ રહેલું છે. મુસ્લિમ બાદ દરબાર, આદિવાસી મતદારોની સંખ્યા વધારે છે. આ બેઠક પર અંદાજે કુલ મતદારોની સંખ્યા 2,17,862 છે. જેમાં 1,11,844 પુરૂષ મતદારો અને 1,06,006 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે 12 અન્ય મતદારો છે.
વાગરા બેઠક પર મતદારોની સમસ્યાઓ
વાગરા બેઠક પર જનતામાં અનેક સમસ્યાઓ અને અસુવિધાઓને લઇને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જેમાં ઉદ્યોગોમાં સ્થાનિક બેરોજગારોને રોજગારી મળતી નથી, સેઝ અને પીસીપીઆઇઆર માટે જમીન સંપાદન, ખારપાટને કારણે ભુર્ગભ જળ ખારા બની ગયાં છે, દર ઉનાળામાં ગામડાઓમાં ટેન્કરોથી પાણી આપવું પડે છે, ઉદ્યોગોને કારણે હવા, પાણી તથા જમીનનું પ્રદુષણ વધ્યું છે.
જમીન સંપાદન અને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. આ તમામ સમસ્યાઓના કારણે મતદારો આ વખતની ચૂંટણીમાં પરીવર્તનની લહેર લાવે તો કોઇ આશ્ચર્યની વાત નથી. ચૂંટણીની મોસમનો મિજાજ સતત બદલાઇ રહ્યો છે ત્યારે હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોણ મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહેશે તે આવનાર સમય જ બતાવશે.
વાગરા વિધાનસભા બેઠક અને વિવાદો
- ભરૂચ જીલ્લામાં કોંગ્રેસ માટે એક સાંધે તો તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. વાગરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના હોદ્દેદારો એક બાદ એક રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસ કિશાન સંઘના અગ્રણી યાકુબ ગુરજીએ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સામે મોરચો માડીં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણાને કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા ફરી રિપીટ કરતા રાજીનામું આપી દીધું હતું. તો બીજી તરફ વાગરા વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના અગ્રણી અને હોદ્દેદારો ઇશાક રાજ, મરિયમબેન અભલી, મહંમદ અલી પટેલ, મકબુલ અભલી સહિતના નેતાઓએ પણ રાજીનામા ધરી દીધા હોવાની માહિતી સોશ્યલ મીડિયા દ્વારા સામે આવી છે. જોકે, તેની પુષ્ટી કરી શકાય નથી.
- વર્ષ 2017માં વાગરાવિધાનસભાની બેઠક પર એકંદરે લીડ પર રહેલાં કોંગ્રસના ઉમેદવારનો અંતિમ ત્રણેક રાઉન્ડમાં પરાજય થયો હતો. જે બાદ સાંજના સમયે કોંગી આગેવાનોએ મતદાન સમયે જાહેર કરાયેલાં આંકડા અને મત ગણતરીના આંકડામાં તફાવત હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમના જણાવ્યાનુસાર મતદાન કરતાં મતગણતરીના આંકડા વધી રહ્યાં હતા. જેને પગલે તેમણે ચૂંટણી પંચમાં અરજી કરવા સાથે હાઇકોર્ટમાં પરીણામને પડકારવાનો સુર ઉઠાવ્યો હતો.
- ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ પ્રચારસભા દરમિયાન ભાજપે વાગરા તાલુકા પંચાયતમાં કેવી રીતે સત્તા મેળવી હતી તેનું રહસ્ય ખોલી નાંખ્યું હતું. ભાજપના ધારાસભ્યનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.
ભાજપ ઉપર હંમેશા કોંગ્રેસ સહિત અન્ય પક્ષો આરોપ લગાવતા આવ્યા છે કે, ચૂંટણીમાં ભાજપ શામ, દામ, દંડ, ભેદથી તડજોડ કરી સત્તા હાંસલ કરી લે છે. કોંગ્રેસ સહિત અન્ય હરીફ પક્ષોના આ આરોપોને સમર્થન આપતો વિડીયો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાગરા તાલુકાના કડોદરા ગામેથી વાયરલ થતા ધમાચકડી મચાવી દીધી હતી.