Home /News /bharuch /

Gujarat election 2022: પાટીલની પરિવર્તનની લહેરે આત્મારામ પરમાર કરી દીધા કિનારે, જાણો તેમની રાજકીય કુંડળી

Gujarat election 2022: પાટીલની પરિવર્તનની લહેરે આત્મારામ પરમાર કરી દીધા કિનારે, જાણો તેમની રાજકીય કુંડળી

BJP MLA Atmaram Makanbhai Parmar : આત્મારામ મકનભાઈ પરમાર ગઢડા સીટ પરથી ભાજપના ધારાસભ્ય છે. તેમનો જન્મ 18 નવેમ્બર, 1952ના રોજ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના સાજોદ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મકનભાઇ પરમાર છે. તેમની પત્નીનું નામ મધુબેન પરમાર છે.

BJP MLA Atmaram Makanbhai Parmar : આત્મારામ મકનભાઈ પરમાર ગઢડા સીટ પરથી ભાજપના ધારાસભ્ય છે. તેમનો જન્મ 18 નવેમ્બર, 1952ના રોજ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના સાજોદ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મકનભાઇ પરમાર છે. તેમની પત્નીનું નામ મધુબેન પરમાર છે.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly election 2022) માટે તમામ રાજકીય પક્ષોએ હાથપગ મારવાનું શરૂ કરી દીધું છે. તેમાં પણ ભાજપ પક્ષમાં પાટીલે કરેલા પરીવર્તનથી અનેક દિગ્ગજ નેતાઓના રાજકીય રોટલા શેકાતા રહી ગયા છે, એટલે કે તેમને કોઇને કોઇ કારણોસર પક્ષમાંથી સાઇડલાઇન કરી દેવાયા છે. આવા જ એક દિગ્ગજ નેતા છે ગઢડા બેઠકના ધારાસભ્ય આત્મારામ મકનભાઇ પરમાર. આજે આ લેખમાં અમે તમને આત્મારામ પરમારની ( Atmaram Parmar) રાજકીય ગાથા ઉપરાંત તેમના જીવનના તમામ પાસાઓ વિશે જણાવીશું.

  કોણ છે આત્મારામ પરમાર? (Who is Atmaram Parmar?)

  આત્મારામ મકનભાઈ પરમાર ગઢડા સીટ પરથી ભાજપના ધારાસભ્ય છે. તેમનો જન્મ 18 નવેમ્બર, 1952ના રોજ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના સાજોદ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મકનભાઇ પરમાર છે. તેમની પત્નીનું નામ મધુબેન પરમાર છે. તેમને સંતાનમાં બે પુત્રો છે – હાર્દિક અને ડો.રવિ. આત્મારામ પરમારે સોશ્યલ સર્વિસમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. જોકે, રચનાત્મક અભિગમ સાથે રાજકીય પ્રવૃત્તિઓ શરૂ કરનાર આત્મારામભાઈનું વતન સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું સમુસર ગામ છે, પરંતુ તેઓ ગઢડામાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે રાજ્ય સરકારમાં સમાજકલ્યાણ પ્રધાન અને સુરત ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવી છે.

  આત્મારામ પરમારની રાજકિય કારકિર્દી (Political career of Atmaram Parmar)

  હાલમાં આત્મારામ પરમાર ગઢડા વિધાનસભાના ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2016થી 2017 સુધી પ્રથમ વિજય રૂપાણી મંત્રાલયમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ (અનુસૂચિત જાતિનું કલ્યાણ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગનું કલ્યાણ સહિત), મહિલા અને બાળ કલ્યાણના કેબિનેટ મંત્રી હતા. તેઓ વર્ષ 2007થી 2012 સુધી નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્યનાં સમાજ કલ્યાણ મંત્રી પણ રહ્યાં હતાં. તેઓ 25 ફેબ્રુઆરી, 2015થી 6 ઓગસ્ટ, 2016 સુધી ગુજરાત વિધાનસભાનાં ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
  આ પણ વાંચો- એક સમયે નરેન્દ્ર મોદીની નજીક ગણાતા સૌરભ પટેલને કેમ હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા?

  અટલજી અને મોરારજી દેસાઇ છે આદર્શ

  આત્મારામભાઈને તેમના પિતા મકનભાઈની જાહેરજીવનમાંની સેવાપ્રવૃત્તિઓથી રાજકારણમાં આવવાની પ્રેરણા મળી હતી. તે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર હતા અને જનસંઘ સાથે પણ સંકળાયેલા હતા. તેમણે રાજકારણમાં પ્રવેશ જનતા દળ (U)થી કર્યો હતો, પરંતુ પછી ભાજપમાં જોડાયા હતા.

  તેમનો મોટો પુત્ર હાર્દિક હવાઈદળમાં કેપ્ટન-પાઇલટ છે, જયારે બીજો પુત્ર રવિ ડૉક્ટર છે. તેમના આદર્શ અટલબિહારી વાજપેયી અને મોરારજીભાઈ દેસાઈ છે. વાજપેયી વડાપ્રધાન બન્યા તે રાજકારણમાંની તેમની યાદગાર ક્ષણ છે. જનસંઘ અને ભાજપના રાજકીય સામિયાણા નીચે સેવા કરવાના તેમના નિર્ણયને તેઓ તેમનો મહત્વનો નિર્ણય માને છે. જો તેઓ રાજકારણમાં ન હોત તો સમાજસેવા અને વકીલાત કરતા હોત.

  મતવિસ્તારનો સૌથી મોટો પ્રશ્ન કર્યો હલ

  પ્રધાન અને વિધાનસભ્ય તરીકે આત્મારામભાઈએ તેમના મતવિસ્તારના વિકાસ માટે સંખ્યાબંધ કામો કર્યા છે, જેમાં પાણીના પ્રશ્નના ઉકેલ તેમનું સૌથી મહત્વનું કાર્ય છે. તેઓ તેમના મતવિસ્તારમાં મહી-પરિએજનું પાણી લાવ્યા હતા. જેથી લોકોની પાણીની સમસ્યા દૂર થઈ હતી. તેમણે ચેકડેમ પ્રવૃત્તિને પણ પ્રોત્સાહક બળ પૂરું પાડ્યું હતું.

  પાટીલની પરિવર્તનની લહેરે કર્યા સાઇડલાઇન

  ભાજપ સરકારે પરીવર્તનનો કક્કો કૂટીને સમગ્ર મંત્રી મંડળમાં જળમૂળથી બદલાવો કર્યા હતા. સીએમથી લઈ મંત્રીમંડળની રચનામાં તમામ ફ્રેશ ચહેરાને સ્થાન અપાયું છે. જેના કારણે નિશ્ચિત મનાતા ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર મંત્રીપદની રેસમાંથી છેલ્લી ઘડીએ બહાર થઈ ગયા હતા.

  આ પણ વાંચો- કેવું હોય છે ભાજપનું માઇક્રો પ્લાનિંગ? છેક નીચે સુધી ગોઠવાયેલી છે કાર્યકરોની ફોજ

  ગઢડા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી લડી જીતેલા સમાજ કલ્યાણ વિભાગના પૂર્વ મંત્રી આત્મારામ પરમારને નવા મંત્રીમંડળમાં સમાવવાનું નિશ્ચિત મનાતું હતું. તેમના કાર્યકરો પણ છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગરમાં ધામા નાંખીને બેઠા હતા. તેવામાં પાર્ટી હાઈકમાન્ડે છેલ્લી ઘડીએ શતરંજની ચાલ બદલી આત્મારામ પરમારની છેલ્લી ઘડીએ પ્રધાનમંડળમાંથી બાદબાકી કરી દીધી હતી.

  આ અંગે બે બાબતોની ચર્ચાઓ રાજકીય ગલિયારોમાં જોર પકડી રહી હતી. માજી ગૃહમંત્રીએ મોવડી મંડળ પર દબાણ કરી તેમના વિશ્વાસુ અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારને મંત્રીમંડળમાં સ્થાન અપાવ્યું હતું. જે કારણથી પણ આત્મારામ પરમારનું પત્તું કપાયું છે. તો બીજી તરફ નો રિપીટ થિયરીને કારણે પણ આત્મારામ પરમારનું મંત્રી બનવાનું સ્વપ્ન રોળાયું હોવાનું સામે આવી રહ્યા હતું.

  પેટાચૂંટણીમાં ભવ્ય જીત

  આ બેઠકના છેલ્લા 5 ચૂંટણી પરિણામ જોઈએ તો 3 વખત ભાજપના આત્મારામ પરમાર વિજેતા બન્યા છે. 2107ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસે આંચકી લીધી હતી. જેમાં કોંગ્રેસના પ્રવીણ મારૂ 10 હજાર મતથી વિજેતા બન્યા હતા. પરંતુ ચૂંટાયેલા ધારાસભ્યએ રાજીનામું આપી દેતા ગઢડા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગઢડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે આત્મારામ પરમારની જીત થઇ હતી. ગઢડામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે 23,295 મત સાથે જીત હાંસલ કરી હતી.

  Gujarat election 2022 : પાટીલના પરીવર્તનની લહેરથી ન બચ્યા ધનસુખ ભંડેરી, ગણાય છે રૂપાણીની નજીકના નેતા


  જ્યારે કોળી સમાજે કર્યો હતો વિરોધ

  2020ની પેટા ચૂંટણીમાં ગઢડા બેઠકના ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારનો કોળી સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. અને પેટાચૂંટણીમાં આત્મારામ પરમારને મત ન આપવા સમાજને આહવાન કર્યુ હતું. વર્ષ 2007માં આત્મારામ પરમારે કોળી સમાજની વાડી બનાવી આપવાની ખાતરી આપી હતી. 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાનો પત્ર પણ આપ્યો હતો. પરંતુ ન તો કોળી સમાજની વાડી બની, ન તો ગ્રાન્ટ પાસ થઇ. કોળી સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગ્રાન્ટના પત્રની હોળી કરી હતી.

  કરોડોની સંપત્તિના માલિક છે આત્મારામ

  વર્ષ 2020માં યોજાયેલી પેટા ચૂંટણીમાં આત્મારામ પરમારે રજૂ કરેલા એફિડેવિટ અનુસાર તેમની કુલ સંપત્તિ અંદાજે રૂ.3.57 કરોડથી પણ વધુ છે. પ્રાપ્ત ડેટા અનુસાર, તેમની પાસે રોકડ રૂ. 25000 અને તેમના પત્ની પાસે રોકડ રૂ.15000 હતા. વિવિધા બેંકમાં આત્મારામ પરમાર અને તેમની પત્ની સંયુક્ત રીતે અંદાજે રૂ.1.24 કરોડ રૂપિયાની બેંક ડિપોઝીટ ધરાવે છે. જેમાં સૌથી વધુ હિસ્સો તેમની પત્નીના નામે છે. આત્મારામની પત્ની મધુબેન પરમાર પાસે કુલ રૂ.41.12 લાખની કિંમતના બોન્ડ્સ, ડિબેન્ચર્સ અને કંપની શેર્સ છે. આ ઉપરાંત મધુબેન પરમાર પાસે ફોર વ્હિલમાં વોક્સવેગન અને સુઝૂકી છે. જેની કુલ કિંમત અંદાજે રૂ.5.15 લાખ છે.

  આ સિવાય આત્મારામ પરમાર પાસે અંદાજે 480 ગ્રામ જ્વેલરી છે, જેની કિંમત અંદાજે રૂ.23 લાખ છે. એક ખેતીલાયક જમીન પણ છે જેની કિંમત અંદાજે રૂ.80 લાખ છે. આ સિવાય તેમની અને તેમના પત્ની પાસે એક નોન-એગ્રિકલ્ચર જમીન છે, જેની કિંમત ક્રમશઃ રૂ.6 લાખ અને રૂ.40 લાખ છે. 830 સ્ક્વેર ફીટનું એક રહેણાંક મકાન છે જેની કિંમત રૂ.40 લાખ છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन