Home /News /bharuch /

Gujarat election 2022: જીઆઈડીસી હબ અને ભાજપનો ગઢ અંકલેશ્વર બેઠકને કોંગ્રેસ આંચકી શકશે?

Gujarat election 2022: જીઆઈડીસી હબ અને ભાજપનો ગઢ અંકલેશ્વર બેઠકને કોંગ્રેસ આંચકી શકશે?

Ankleshwar assembly constituency: 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલનો વિજય થયો અને કોંગ્રેસના અનિલકુમાર છીતુભાઈ ભગતની હાર થઈ હતી. AAPએ ક્ષેત્રપાલ દુર્ગાપ્રસાદને ટિકિટ આપી, બસપાએ ચતનભાઈ કાનજીભાઈને ટિકિટ આપી હતી.

Ankleshwar assembly constituency: 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલનો વિજય થયો અને કોંગ્રેસના અનિલકુમાર છીતુભાઈ ભગતની હાર થઈ હતી. AAPએ ક્ષેત્રપાલ દુર્ગાપ્રસાદને ટિકિટ આપી, બસપાએ ચતનભાઈ કાનજીભાઈને ટિકિટ આપી હતી.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભાની 2022ની (Gujarat Assembly election 2022) ચૂંટણીનો માહોલ અત્યારથી જામવા લાગ્યો છે. થોડા સમયમાં જ ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવશે. જેમાં ભાજપ અને આપ દ્વારા જનસંપર્ક શરૂ કરાયો છે, તો હજુ કોંગ્રેસ માટે ચૂંટણીનો તખ્તો ઘડાયો હોય તેવું લાગી રહ્યું નથી. ગુજરાત વિધાનસભાનો જંગ જીતવા માટે ભાજપે જન આશીર્વાદ યાત્રા શરૂ કરી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ ગામે ગામ જનસંપર્ક શરૂ કર્યો છે. સામે કોંગ્રેસ પ્રભારી, પ્રદેશ પ્રમુખ કે વિપક્ષી નેતાની નવી નિમણુંકો થઇ શકી નથી.

  આ સંજોગોમાં કોંગ્રેસ 2022ની ચૂંટણીમાં કેવો દેખાવ કરશે તેના પર પ્રશ્નાર્થ લાગી ગયો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં સત્તા ન મળવા છતાં કોંગ્રેસનો દેખાવ પ્રમાણમાં સારો હતો. ત્યારે આ વખતે કોંગ્રેસ બેકફૂટ પર દેખાઇ રહી છે. પક્ષોની આ તૈયારીઓ વચ્ચે આજે આપણે અંકલેશ્વર બેઠક (Ankleshwar assembly seat) વિશે ચર્ચા કરીશુ.

  અંકલકેશ્વર વિધાનસભા બેઠક (Ankleshwar assembly seat)

  અંકલેશ્વર દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું મુખ્ય મથક છે. આ શહેર મુંબઇથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ રેલ્વે માર્ગ પર આવેલું છે. આ સાથે જ ગુજરાતની 182 વિધાનસભા સીટો પૈકી અંકલેશ્વર 154 નંબરની વિધાનસભા બેઠક છે. વર્ષ 2017 પ્રમાણે આ મતવિસ્તારમાં કુલ 220311 મતદારો છે, જેમાંથી 115421 પુરૂષ, 104884 મહિલા અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

  અંકલેશ્વર બેઠક અંતર્ગત આવતા ગામડા-

  • અંકલેશ્વર તાલુકાના ગામો -સેંગપુર, જીતાલી, ધાધલ, ધંતુરીયા, તરીયા, માટીદ, હરીપુરા, સક્કરપોર, સરફુદ્દીન, બોરભાથા, બોરભાથા બેટ, સુરવાડી, દિવી, દિવા, પુંગમ, સજોદ, કણવા, નાંગલ, બોયદરા, ગડખોલ, પીરામાન આંબોલી, અડોલ, હજાત, સરથાણ, મોટવાણ, તેલવા, પીલુદરા, ઉમરવાડા, કાપોદરા, ભડકોદરા, કોસામડી, બાકરોલ, સફીપુરા, આલોંજ, પારડી ઇદ્રીસ, કરમાલી, પાનોલી, સંજેલી, ખારોદ, ભડી, રવિદ્રા, અડાદરા, સિસોદરા, ભાદરવા , અંકલેશ્વર

  • હાંસોટ તાલુકો


  અંકલેશ્વર બેઠકની ખાસિયતો (Special feature of Ankleshwar seat)

  અંકલેશ્વર રાજપીપળા, હાંસોટ, વાલિયા, માંગરોળ, ડેડીયાપાડા, ઝઘડીયા, ભરૂચ સાથે રાજ્યમાર્ગે અંકલેશ્વર જોડાયેલ છે. અહીંથી અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપળા તેમ જ અંકલેશ્વર-ઝઘડીયા-નેત્રંગ એમ બે જગ્યા પર નેરોગેજ રેલ્વે માર્ગ આઝાદી પહેલાંના સમયથી અસ્તિત્વ ધરાવે છે. અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. અંકલેશ્વરમાં GIDC અને ONGCના મથકો આવેલા છે. અંકલેશ્વરમાં 1500થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે. આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં ખેતી અને પશુપાલન કરે છે, જે પૈકી મુખ્ય ખેતી શેરડી, ડાંગર તેમ જ કપાસની થાય છે.
  આ પણ વાંચો- Gujarat Elections: મધુ શ્રીવાસ્તવ ગણાય છે ગુજરાતના દબંગ નેતા, જાણો તેમની રાજકીય કારકિર્દી અને વિવાદો વિશે

  અંકલેશ્વર બેઠકના રાજકીય સમીકરણ (Political equation of Ankleshwar seat)

  2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલનો વિજય થયો અને કોંગ્રેસના અનિલકુમાર છીતુભાઈ ભગતની હાર થઈ હતી. AAPએ ક્ષેત્રપાલ દુર્ગાપ્રસાદને ટિકિટ આપી, બસપાએ ચતનભાઈ કાનજીભાઈને ટિકિટ આપી હતી.

  2012ની વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ગત વખતે કોંગ્રેસના મગનભાઈ બાલુભાઈ પટેલને હરાવીને આ બેઠક કબજે કરી હતી. આ દરમિયાન ઈશ્વરસિંહને 82645 મત મળ્યા હતા અને માત્ર 51202 મતદારોએ કોંગ્રેસના મગનભાઈ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓ લગભગ 20 હજાર મતોથી જીત્યા હતા.

  અહી ઉલ્લેખનિય છે કે, આ સીટ પર 1990થી ભાજપનો કબજો છે અને ઈશ્વર સિંહ છેલ્લા ત્રણ વખતથી આ સીટ પરથી ધારાસભ્ય છે. આ વખતે પણ ભાજપે ઈશ્વરસિંહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 2012, 2007, 2002માં ઇશ્વરસિંહ, 1998માં આયંતભાઇ જીણાભાઇ પટેલ, 1995માં રતનજીભાઇ બાલુભાઇ પટેલ જીત્યા હતા. અહીં કોંગ્રેસે છેલ્લી વખત 1985માં જીતનો સ્વાદ ચાખ્યો હતો.

  અંકલેશ્વર બેઠક પર ગત ચૂંટણીઓમાં હાર-જીત  (Ankleshwar seat won-lost in previous elections)

  વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017ઈશ્વર પટેલBJP
  2012ઈશ્વર પટેલBJP
  2007ઈશ્વર પટેલBJP
  2002ઈશ્વર પટેલBJP
  1998પટેલ જયંતિભાઈBJP
  1995પટેલ રતનજીભાઈBJP
  1990પટેલ ઠાકોરભાઈBJP
  1985પટેલ નરોત્તમભાઈINC
  1980પટેલ નટુભાઈINC
  1975પટેલ ઠાકોરભાઈNCO
  1972એમ હરિસિંહINC
  1967એ એ પટેલINC
  1962જોશી કનૈયાલાલINC

  પક્ષ પલટો

  ભારતીય જનતા પાર્ટીના કારોબારીની કેવડિયા ખાતે બેઠક મળી રહી છે, ત્યારે જ રાજ્ય ના સહકાર મંત્રી અને અંકલેશ્વર – હાંસોટ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના ભાઈ કોંગ્રેસ માં જોડાયા છે. અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલય પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ની હાજરી માં તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આમ આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય દાવપેચ ચાલુ થઈ ગયા છે.

  તેઓ હાંસોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના પણ ચેરમેન રહી ચૂક્યા છે. વલ્લભ પટેલે થોડા સમય અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પત્ર લખી તેમના ભાઈ અને ભાજપ પર પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. હવે તેઓએ કોંગ્રેસ નો ખેસ ધારણ કરતાં વિધાનસભાની ચૂંટણીમાં નવા સમીકરણો રચાયા છે.

  Gujarat election 2022: કરોડો લોકોની આસ્થાના પ્રતિક જગન્નાથ મંદિરનું ધાર્મિક, સામાજિક અને રાજકીય મહત્વ


  વિકાસના કાર્યો

  અંકલેશ્વરમાં એર કનેક્ટિવિટી માટે વર્ષ 2022માં 84 હેક્ટર જમીનની ફાળવણી થઇ હતી. જ્યાં ડિસેમ્બર 2021માં ગાંધીનગરથી વિધાનસભા હિસાબ સમિતિ આવી પહોંચી હતી. સ્થળ પર જ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓની ટીમ સાથે બેઠક યોજી હતી. અંકલેશ્વર તાલુકાના અમરતપુરાથી માંડવા વચ્ચે હાઈવે ને અડીને આવેલી 84 હેક્ટર જમીનમાં વર્ષ 2002માં એરસ્ટ્રીપ સેવા શરૂ કરવા ગુજરાત સરકારે જાહેરાત કરી હતી.

  જમીન સંપાદન થયા બાદ અનેક વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી. ઉડ્ડયનન મંત્રી પૂર્ણૅશ મોદીએ મે મહિનામાં અંકલેશ્વરમાં એર સ્ટ્રીપના ભૂમિપૂજનની જાહેરાત કરી છે. જે ઉદ્યોગોને કાર્ગો(Cargo) સેવા પૂરી પાડવામાં કારગર નીવડી શકે છે.

  ગત વર્ષે ભરૂચ–અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી ઉપર બંધાયેલ નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂપિયા 430 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજને નીતિન પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલ અંદાજીત પાંચ કિમિ લાંબા આ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

  અંકલેશ્વર બેઠકની સમસ્યા (Ankleshwar seat problem)

  ડાઇંગ-પ્રોસેસિંંગ ઔધોગિક એકમોમાં ઉપયોગમાં લેવાતા કોલસાના ભાવોમાં તોતિંગ વધારાને કારણે દક્ષિણ ગુજરાત સહિત અંકલેશ્વરમાં ટેક્સટાઇલ ઉદ્યોગો બંધ થવા લાગ્યા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના આઠ જેટલાં ડાઇંગ પ્રોસેસિંગ ઉદ્યોગ એકમો કોલસાના ભાવમાં 4 ગણા વધારાના કારણે બંધ થવાની કગાર પર ઉભા છે.

  બે ત્રણ ઉદ્યોગોને બાદ કરતાં તમામ ડાઇંગ- પ્રોસેસિંગ ઉદ્યોગ એકમોના સંચાલકોએ શટ ડાઉન લેવાની ફરજ પડી છે. જેના કારણે અંદાજે 3000થી વધુ કામદારો બેરોજગાર બન્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગ સંચાલકોના જણાવ્યા પ્રમાણે કોલસો રૂ 4 પ્રતિ કિલોના ભાવે મળતો હતો તેના ભાવ હાલમાં રૂ 16 પ્રતિ કિલો થતા ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવાની ફરજ પડી છે.

  આ ઉપરાંત પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રિઝમાં રો મટિરિયલ તરીકે ઉપયોગમાં લેવાતા રંગ રસાયણના ભાવમાં 15 ટકા જેટલો વધારો નોંધાયો છે, જે ટેક્સટાઇલ ઉદ્યોગના માથે પડયા ઉપર પાટું સમાન બની રહ્યો છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, અંકલેશ્વર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन