Home /News /bharuch /Gujarat Election 2022: ફરી એકવાર PM મોદીની લાગણીશીલ છબી દેખાઈ, બે અનાથ બાળકોની કરી ચિંતા
Gujarat Election 2022: ફરી એકવાર PM મોદીની લાગણીશીલ છબી દેખાઈ, બે અનાથ બાળકોની કરી ચિંતા
અનાથ બાળકોની કરી ચિંતા
Gujarat Election 2022: ચૂંટણીના ઝંઝાવાતી પ્રચાર-પ્રસાર વચ્ચે પીએમ મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ પણ જોવા મળતો હોય છે. આ વખતે નેત્રંગમાં પીએમ મોદીએ બે એવા બાળકોનો ઉલ્લેખ કર્યો હતો કે જેઓએ બહુ નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી.
ગુજરાત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. ચૂંટણીના માહોલ વચ્ચે પ્રધાનમંત્રી મોદીની અગલ છબી નજરે પડતી હોય છે. જે પ્રદેશમાં તેઓ પ્રચાર માટે જાય છે, તે પ્રદેશને અનુરૂપ મોટા ભાગે પોષાક પણ પહેતા હોય છે. પરંતુ આ વખતે ફરી એકવાર પીએમ મોદીની લાગણીશીલ છબી દેખાઈ છે. પ્રધાનમંત્રી મોદીએ માતા-પિતા વિહોણા બે આદિવાસી બાળકોની ચિંતા કરી હતી.
મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ
ચૂંટણીના ઝંઝાવાતી પ્રચાર-પ્રસાર વચ્ચે પીએમ મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ પણ જોવા મળતો હોય છે. આ વખતે નેત્રંગમાં પીએમ મોદીએ બે એવા બાળકોનો ઉલ્લેખ કર્યો હતો કે જેઓએ બહુ નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી. આ બાળકોનો વીડિયો પ્રધાનમંત્રીના ધ્યાને આવતા જ તેઓએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મદદ કરી છે. ગરીબ બાળકોની દયનિય પરિસ્થિતિનો વાઇરલ વીડિયો જોયા બાદ મુલાકાત માટે પીએમ મોદીએ બંને બાળકોને નેત્રંગ બોલાવ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે, ‘આ બાળકોએ મા બાપ વિના 6 વર્ષની ઉંમરે જિંદગી શરૂ કરી છે. મને આ બન્ને દીકરાઓને મળીને ખુબ આનંદ થયો છે.’ નેત્રંગમાં પોતાના સંબોધન પહેલા પીએમ મોદીએ આ બંને બાળકો સાથે મુલાકાત કરી હતી. હાલ એમના માતા પિતા ન હોવાથી પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મકાન પણ મંજુર કર્યા છે. તેમના આ લાગણીશીલ અવતારને જોઈ લોકોને આનંદ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે આવેલા છે. આ સાથે જ ભાજપના સ્ટાર પ્રચારકો પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેમા ખાસ કરીને વાત કરવામાં આવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તો તેઓ પણ ગુજરાતમાં પ્રચાર માટે આવેલા છે.