Narendra Modi in Netrang: વડાપ્રધાન નરેન્દ્ર ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે ભરૂચના નેત્રંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખોની જનમેદનીને સંબોધન કર્યુ હતું. આ જનસભામાં તેમણે સંકલ્પ પત્રની વાત કરી તો કોંગ્રેસ પર આકાર પ્રહાર કર્યા હતા.
નેત્રંગઃ વડાપ્રધાન નરેન્દ્ર ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે ભરૂચના નેત્રંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખોની જનમેદનીને સંબોધન કર્યુ હતું. આ જનસભામાં તેમણે સંકલ્પ પત્રની વાત કરી તો કોંગ્રેસ પર આકાર પ્રહાર કર્યા હતા.
ભાજપના સંકલ્પ પત્રની વાત કરી
તેમણે સંકલ્પ પત્ર વિશે કહ્યુ હતુ કે, ‘આ સંકલ્પ પત્રમાં બાળકથી માંડીને બુજુર્ગ સુધી બધાની ચિંતા કરી છે. સૌથી વધુ સારી વાત તો એ છે કે, તેમાં વધુ ચિંતા તો અમારા નવજુવાનિયાઓ માટે ગુજરાતની યુવા પેઢીનું ભાગ્ય ઉજ્જવળ કરવાની વાત છે. આ સંકલ્પ પત્ર એટલો વ્યાપક છે કે, તેને જોઈને જ ખબર પડે કે, ગુજરાત વિકસિત થવાની દિશામાં સાચા અને સારા પગલાં લઈને આગળ વધી રહ્યુ છે. ભૂપેન્દ્રભાઈની સરકાર તો પાંચ વર્ષ આપશે, દિલ્હીમાં બેઠેલો મોદી પણ પૂરેપૂરી તાકાત લગાવશે.’
કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
આદિવાસીઓએ કોંગ્રેસ પણ જોઈ છે, ભાજપ પણ જોઈ છે. કોંગ્રેસના લોકો ઠેકેદારી કરતા હતા અને ભાજપના લોકો સેવા કરે છે તે બરાબર જોયું છે. આઝાદીના 75 વર્ષ પછી પહેલીવાર આદિવાસી બહેન રાષ્ટ્રપતિ બનવા આગળ આવ્યાં. અમે કોંગ્રેસવાળાને હાથ જોડીને વિનંતી કરી હતી કે, ‘પહેલીવાર ભણેલી-ગણેલી આદિવાસી બહેન રાષ્ટ્રપતિ બને છે, તો જરા સર્વસંમતિથી આપણે નક્કી કરીએ, બહુ સમજાયા પણ તેઓ માન્યાં જ નહીં! આદિવાસીઓનું ક્યારેય કોંગ્રેસે સન્માન કર્યુ નથી. આજે આખો દેશ આદિવાસીઓની પરંપરા-પરાક્રમનું સન્માન થાય તેની માટે અમે કાર્યરત છીએ.’
સર્વાંગી વિકાસ સાથે ઔદ્યોગિક વિકાસ જરૂરી છે. ઝઘડિયા, પાનોલી, અંકલેશ્વર, વાગરા બધા વિસ્તારો આજે ઔદ્યોગિક પ્રવૃતિઓથી ધમધમે છે. આદિવાસીઓને તેનો મોટો ફાયદો થયો છે. ભરૂચ-અંકલેશ્વરને ટ્વિન સીટી તરીકે ડેવલપ કરી રહ્યા છીએ. અંકલેશ્વરમાં એરપોર્ટ બની રહ્યુ છે.