Home /News /bharuch /ઝઘડિયા બેઠકમાં હાઈ પોલિટિકલ 'ડ્રામા' વચ્ચે મોટો ટ્વિસ્ટ, દિલીપ વસાવાએ ફોર્મ પરત ખેંચ્યું

ઝઘડિયા બેઠકમાં હાઈ પોલિટિકલ 'ડ્રામા' વચ્ચે મોટો ટ્વિસ્ટ, દિલીપ વસાવાએ ફોર્મ પરત ખેંચ્યું

દિલીપ વસાવા છોટુ વસાવાના નાના પુત્ર છે અને તેમણે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે.

Gujarat assembly election 2022: દિલીપ વસાવા છોટુ વસાવાના નાના પુત્ર છે અને તેમણે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. છોટુ વસાવાના પરિવારમાંથી ત્રણ ફોર્મ ભરાયા હતા.

    ભરૂચઃ ઝઘડિયા બેઠકમાં હાઈ પોલિટિકલ 'ડ્રામા' વચ્ચે મોટો ટ્વિસ્ટ આવ્યો છે. હવે દિલીપ વસાવાએ ફોર્મ પરત ખેંચ્યું છે. ઝઘડિયાથી દિલીપ વસાવાએ ફોર્મ પરત ખેંચ્યું છે. દિલીપ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. દિલીપ વસાવા છોટુ વસાવાના નાના પુત્ર છે અને તેમણે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. નોંધનીય છે કે, છોટુ વસાવાના પરિવારમાંથી ત્રણ ફોર્મ ભરાયા હતા.

    દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું

    ઝઘડિયા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. છોટુ વસાવાના પરિવારમાંથી ત્રણ ઉમેદવારી પત્ર ભરાયા હતા, જેમાંથી એક પરત ખેંચાયું છે. દિલીપ વસાવા બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાના નાના પુત્ર છે. દિલિપ વસાવા બીટીપીના તથા બીટીટીએસના મહાસચિવ તરીકે રહી ચૂક્યા છે. દિલીપ વસાવા ડેડીયાપાડાના વર્તમાન ધારાસભ્ય અને હાલ ઝઘડિયા બેઠક પર બીટીપીમાંથી ઉમેદવારી કરનાર મહેશ વસાવાના નાના ભાઇ છે.


    આ પણ વાંચો: ભાજપે જાહેર કરી ઉમેદવારોની વધુ એક યાદી, હજી માંજલપુર બેઠકનું કોકડું ગુંચવાયેલું

    ઝઘડિયાની બેઠક પર પિતા-પુત્ર સામસામે

    ગુજરાત વિધાનસભા ચૂંટણી સંગ્રામમાં અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં પરિવારનો વિવાદ સામે આવ્યો છે. ભરૂચની ઝઘડિયા બેઠક પર BTPના અધ્યક્ષ મહેશ વસાવાએ પોતાના જ પિતાની ટિકિટ પર પોતાનું નામ જાહેર કરી દેતા પરિવારનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. હવે આ બેઠક પરથી પિતા અને બે પુત્ર દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા-પુત્ર વચ્ચેના જંગમાં પિતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. છોટુ વસાવાનું ફોર્મ પુત્ર કિશોર વસાવાએ ભર્યુ હતું. જ્યારે બીજી બાજુ છોટુભાઇના પુત્ર મહેશ વસાવાએ બીટીપી તરફથી ફોર્મ ભર્યુ છે. જ્યારે દિલીપ વસાવાએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ હતું.

    દિલીપ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતુ

    નોંધનીય છે કે, છોટુભાઇ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતુ. તેમણે BTP અને BTTSના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું. આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી માહિતી આપી હતી. મહેશ વસાવા દ્વારા છોટુ વસાવાની અવગણના થતાં હોવાના આક્ષેપો પણ છે. નોંધનીય છે કે, દિલીપ વસાવા BTP અને BTTSના ગુજરાતના મહાસચિવ હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bharuch, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन