Home /News /bharuch /નર્મદા નદીની સપાટીમાં વધારો થતાં ગોલ્ડન બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો, જાણો વૈકલ્પિક વ્યવસ્થા

નર્મદા નદીની સપાટીમાં વધારો થતાં ગોલ્ડન બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો, જાણો વૈકલ્પિક વ્યવસ્થા

નર્મદા નદીની સપાટીમાં વધારો થતાં ગોલ્ડન બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે.

Golden Bridge closed: નદીની સપાટીની સેલ્ફી લેવા આવતા લોકોની સલામતી માટે ભરૂચ પોલીસે આ નિર્ણય લીધો છે. સાથે જ બ્રિજના બંને છેડે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

    ભરૂચઃ નર્મદા નદીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. જેના લીધે ગોલ્ડન બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. વાહન વ્યવહાર અને પગદંડી માટે બ્રિજ બંધ કરાયો છે. નદીની સપાટીની સેલ્ફી લેવા આવતા લોકોની સલામતી માટે ભરૂચ પોલીસે આ નિર્ણય લીધો છે. સાથે જ બ્રિજના બંને છેડે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વાહન વ્યવહાર માટે વાહન ચાલકો નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરી શકાશે. જ્યાં સુધી નદીની સપાટીમાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી ગોલ્ડન બ્રિજ બંધ રહેશે. બીજી બાજુ, નર્મદા નદી ગોલ્ડન બ્રિઝની હાલની સપાટી 24 ફૂટે પહોંચી છે.

    28 ફૂટની સપાટી વટાવે તેવી શક્યતા

    ભરૂચના માથે પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. ઉપરવાસમાં આવેલા ઇન્દિરાસાગરમાંથી 7 લાખ ક્સુસેક પાણી છોડાશે. બુધવારે સાંજથી ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી વધવાની શક્યતા છે. ઈન્દ્રસાગર ડેમમાંથી પાણી છોડાયા બાદ 28 કલાક બાદ સરદાર સરોવર સુધી પાણી આવવાની શક્યતા છે. જે બાદ 6 કલાકમાં ગોલ્ડન બ્રિજને પણ અસર થશે. નદી 28 ફૂટની સપાટી વટાવે તેવી શક્યતા છે.


    આ પણ વાંચો: અંબાલાલ પટેલની આગાહી, કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદની શક્યાતા

    નર્મદા ડેમની સપાટી 135.68 મીટર

    નર્મદા ડેમની વાત કરીએ તો, નર્મદા ડેમની સપાટી 135.68 મીટરે પહોંચી છે. ડેમમાં પાણીની આવક 4,41,312 ક્યુસેક થઇ રહી છે. જેના પગલે હાલ 23 દરવાજા 3.05 મીટર ખોલી 5,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે રિવર બેડ પાવર હાઉસના 6 વીજ મથક ચાલુ કરી 44,497 ક્યુસેક પાણી નદીમાં છોડાશે. જેના લીધે નદીમાં કુલ જાવક 5,44,497 ક્યુસેક છે. કેનાલમાં 18,169 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. પાણીની આવક કરતા જાવક વધારી હાલ ડેમમાં પાણીની સપાટી ઘટાડવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. જેના લીધે 3 કલાકમાં 10 સે.મી.નો ઘટાડો થયો છે. જેથી ઈન્દિરાસાગર ડેમમાંથી છોડવામાં આવેલ પાણી જ્યારે સરદાર સરોવરમાં આવે તો પાણી સંગ્રહ કરીને નીચાણવાળા વિસ્તારને પૂરની વ્યાપક અસરથી બચાવી શકાય.

    રાહત કમિશનર હર્ષદ પટેલે રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી 135.94 મીટર સુધી પહોંચી છે. એટલે કે, ડેમમાં 90.93 ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત કડાણા, ધરોઇ, ઉકાઇ અને દમણગંગા જળાશયોમાંથી 5,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bharuch, Gujarat News, Heavy rain in gujarat, Narmada river

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन