રોહિણી નક્ષત્રમાં જ કેરી ઉતરાવી જોઈએ, જાણો શું કહે છે શાસ્ત્ર
ભરૂચના પઠાર ગામની સીમમાં આવેલ તપોવન આશ્રમ ખાતે પ્રાકૃતિક રીતે થતી કેરીનું રોહિણી નક્ષત્રમાં આદિ કાળની પદ્ધતિ મુજબ ઉતારે છે. આ સ્થળે 5000થી પણ વધારે આંબાના ઝાડ આવેલ છે. જેના ઉપર છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક રીતે પાકતી કેરીઓ જ ઉતારવામાં આવે છે.
ભરૂચ: ભારત દેશ સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતા સાથે પ્રાકૃતિક જીવન શૈલીમાં માનનારો દેશ છે. ભારતમાં ફળોના રાજા કેસર સહિતની કેરીઓની ખેતી આદિ કાળથી કરવામાં આવે છે. આજે પણ દેશના વિવિધ રાજ્યો અને ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક પ્રકૃતિ પૂજકો દેશી પદ્ધતિથી ખેતી કરે છે.
તપોવન આશ્રમમાં 5000થી પણ વધારે આંબાના ઝાડ
વાલિયા તાલુકાના પઠાર ગામ પાસે આવેલ તપોવન ખાતે 120 એકર જમીનમાં પથરાયેલ તપોવન આશ્રમ શાળામાં વિવિધ ફળાઉ વૃક્ષોનું વાવેતર સાથે ઉછેર કરવામાં આવ્યા છે. આ સ્થળે 5000થી પણ વધારે આંબાના ઝાડ આવેલ છે. જેના ઉપર છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક રીતે પાકતી કેરીઓ જ ઉતારવામાં આવે છે. તે પણ આદિ કાળથી ચાલતી આવતી પદ્ધતિ અનુસાર આ પદ્ધતિની વાત કરીએ તો રોહિણી નક્ષત્ર કે જેના વિશે કોઈ જાણતું કે સમજતું પણ નહીં હોય તે રોહિણી નક્ષત્રમાં બાદ જ સાખ આંબાના વૃક્ષ પરથી જેવી પડે કે કેરીને ઉતારી લેવામાં આવે છે. રોહિણી નક્ષત્ર થયા બાદ હવે કેરીનો પાકને ઉતારી લેવામાં આવશે. તપોવનના રાજુભાઇ છેલ્લા 12 વર્ષથી અહીં સેવા આપે છે જેઓ એગ્રી કલચર વિભાગ સંભાળે છે. તેઓએ એવી પદ્ધતિ અપનાવી છે કે, આશ્રમના અનુયાયીઓ, મહેમાનો અને મુલાકાતીઓને પ્રાકૃતિક રીતે પાકેલા ફળો આરોગવા આપે છે.
રાજાપુરી કેસર, દશેરી સહિતની જાતની કેરી
અહીં ગાય આધારિત ખેતીમાં કેરીના પાકમાં જીવામૃત, ખાતરનો વપરાશ કરવામાં આવે છે. તો અલગ અલગ પ્રકારની કેરીની જાતોમાં રાજાપુરી કેસર, દશેરી સહિતની જાતની કેરી હોય છે. તો અહી ચીકુના પાકને પણ જ્યાં સુધી તે વૃક્ષ પરથી પડે નહીં ત્યાં સુધી તેને ઉતારવામાં આવતો નથી. તપોવનમાં વર્ષોથી ગાય આધારિત જ ખેતી કરવામાં આવે છે.
રોહિણી નક્ષત્ર બાદ કેરી ઉતારવાની શરૂઆત
ગુજરાત સરકાર દ્વારા ગુપ્તા એજન્સી દ્વારા સર્ટિફાઇડ થયેલું ફાર્મ છે. એ લોકોની ટીમ દ્વારા ફાર્મ ખાતે ઇન્સ્પેકશન પણ કરવામાં આવે છે. માર્કેટમાં લગભગ 75 ટકા કેરીઓ આવી ગઈ છે ત્યારે તપોવનમાં રોહિણી નક્ષત્ર બાદ એટલે કે હજી હવે કેરી ઉતારવાની શરૂઆત કરવામાં આવશે.