Home /News /bharuch /Bharuch: શું તમને આંખમાં ગંભીર સમસ્યા છે? અહીં થશે મફતમાં નિદાન; અહીં કરાવો નોંધણી

Bharuch: શું તમને આંખમાં ગંભીર સમસ્યા છે? અહીં થશે મફતમાં નિદાન; અહીં કરાવો નોંધણી

તપોવન આશ્રમ ખાતે રવિવારના રોજ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ વિસ્તારના તપોવન આશ્રમ ખાતે 22 જાન્યુઆરીનાં નિઃશુલ્ક નેત્ર યજ્ઞ અને આંખના રોગોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ વિસ્તારના તપોવન આશ્રમ ખાતે 22 જાન્યુઆરી 2023ને રવિવારનાં રોજ નિઃશુલ્ક નેત્ર યજ્ઞ અને આંખનાં રોગોનાં નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઓમ તપોવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરાયું છે.

સમય નોંધી લો, અહીંથી પિકઅપ વાન મળશે

નર્મદા નદી કિનારાના પાવન આંગણે તપોવન આશ્રમ ખાતે આંખના રોગોના કેમ્પમાં ચા, કોફી, નાસ્તો સહિત જમવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સવારે 9 કલાકથી બપોરના 3 કલાક સુધી લોકો આ કેમ્પનો વિનામૂલ્યે લાભ લઈ શકશે.દર્દીઓ માટે ખાસ પીકઅપ વાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ભરૂચી નાકા અને જૂના ગોલ્ડન બ્રિજથી તપોવન આશ્રમ બોરભાઠા સુધી પિકઅપ વાનની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આંખના રોગોના નિદાન કેમ્પમાં એમબીબીએસ ડો. ધવલ અગ્રવાલ, બી એ એમ એસ ડો. પી પી મિસ્ત્રી, ઓપ્ટોમેટ્રીસ્ટ દીપેશ ઠાકોર નિ:શુલ્ક મોતિયાના ઓપરેશન, ચશ્માના નંબર ચેકીંગ, ફ્રી ચશ્મા અને લોકોને આંખની દવાઓ આપશે.

નેત્ર નિદાન કેમ્પમાં રજીસ્ટ્રેશન ફરજિયાત

મેગા કેમ્પમાં લાભ લેવા માટે દર્દીઓએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું-નામ નોંધાવવું ફરજીયાત રહેશે. જેઓનું રજીસ્ટ્રેશન કરાવેલ હશે, તેવા દર્દીઓ જ આ કેમ્પનો લાભ લઇ શકશે. નેત્ર નિદાન કેમ્પમાં રજીસ્ટ્રેશન માટે 96014 51873 અને 99741 68013 પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

આ કેમ્પમાં કોઈ વય મર્યાદા રાખવામાં આવી નથી. કોઈ પણ ઉંમરના વ્યકિત કેમ્પમાં લાભ લઇ શકશે.આ કેમ્પમાં આંખના દર્દીઓને તપાસી જરૂરી સૂચનાઓ તેમજ દવાઓ આપવામાં આવશે. કેમ્પને લગતી વધુ માહિતી માટે હેલ્પ લાઈન નં 72018 42542 અથવા 94283 25654 પર સંપર્ક કરવા જણાવાયું છે.
First published:

Tags: Bharuch, Doctors, Eye Care, Local 18

विज्ञापन