Home /News /bharuch /Bharuch: ભરુચ સૌની તરસ છીપાવશે, ઉનાળામાં શરૂ કરાઇ પાણીની પરબ

Bharuch: ભરુચ સૌની તરસ છીપાવશે, ઉનાળામાં શરૂ કરાઇ પાણીની પરબ

શ્રવણ ચોકડી ભરૂચ ખાતે પાણીની પરબ શરૂ કરાઇ

ભરૂચના શ્રવણ ચોકડી પાસે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. લોકોને વિનામૂલ્યે ઠંડુ પાણી મળશે. રોજનાં 20 જગ પાણીનો વપરાશ થશે.

Aarti Machhi, Bharuch: હોળી આડે ગણતરીના દિવસો બાકી છે. પરંતુ ફેબ્રુઆરીમાં જ આકરી ગરમી પડવા લાગી છે. શહેરમાં આવતા લોકોને પાણી મળી રહે તે માટે ભરૂચમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા પાણીનું પરબ શરૂ કરવામાં આવ્યું છે. પરબમાં રોજ પાણીના 12 જગ મુકવામાં આવશે.

ઉનાળાની ગરમીમાં લોકો માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી

ઉનાળામાં અસહ્ય ગરમી વર્તાતા પોલીસ સ્ટાફ, હોમગાર્ડઝ સ્ટાફ, નોકરીયાત વર્ગ, સ્કૂલના બાળકો, રિક્ષા ચાલકો, રાહદારીઓ મજુરી કામ કરતા લોકોને પાણીની તરસ લાગતી હોય છે. તેમજ પાણી માટે રૂપિયા ખર્ચ કરવા પડતા હોય છે. આવા સંજોગોમાં સંસ્થા દ્વારા ઠંડા પાણીના જગ મુકવામાં આવ્યાં છે.



ઠંડા પાણીના પરબની શરૂઆત કરવામાં આવતા લોકોને રાહત

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઠંડા પાણી માટે જગ અને માટલાની વ્યવસ્થા કરવામાં આવી છે.



સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન અંજલીબેન ડોગરા, કલ્પનાબેન દવે દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવતા લોકોને રાહત થઇ છે.



પરબની શરૂઆતના પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક સહિતનાઓ હાજર રહ્યા

ઠંડા પાણીની પરબની શરૂઆતના પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ સવિતાબેન રાણા, પુર્વ પ્રમુખ ઉષા બેન સિધ્ધપુરા,



અરૂણાબેન ચૌહાણ, હર્ષાબેન નાયક, પ્રતિમાબેન ચૌહાણ, અંશુબેન અરોરા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કુટુંબ પ્રબોધનના જિલ્લાના પ્રમુખ શૈલેષભાઈ ગોસ્વામી સહિતનાઓ હાજર રહ્યાં હતાં.



શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Bharuch, Drinking water, Free, Local 18