ભરૂચ જિલ્લામાં વૈદિક હોળીનું ચલણ વધી રહ્યું છે. લાકડાની કરતા લોકો છાણાનો ઉપયોગ કરતા થયા છે. જેના કારણે લાકડાનાં વેચાણમાં ઘટાડો થયો છે. લાકડાનાં ભાવમાં માત્ર એક રૂપિયાનો ભાવ વધારો હોવા છતા વેચાણ ઓછું થયું છે.
Aarti Machhi, Bharuch: હિંદુઓનો પવિત્ર તહેવાર હોળી- ધુળેટીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે લોકો પર્વની તૈયારીઓ માટે જોતરાઇ ગયા છે. લોકો હવે ઇકો ફ્રેન્ડલી અને પ્રકૃતિમય વધુ બની રહ્યાં છે. વર્ષોથી ભરૂચ જિલ્લાનાં નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકામાં વસતા આદિવાસી સમાજ દ્વારા પ્રાકૃતિક રીતે હોલિકા દહન દરમિયાન લાકડા અને છાણનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી પ્રકૃતિનું જતન થાય છે.
લાકડાનાં ભાવમાં સામાન્ય વધારો છતા વેચાણ ઘટ્યું
દિવાળી પર્વે ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર, પાણીનો બચાવ સાથે લાકડાનો ઉપયોગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પર્યાવરણના જતન થાય તે હેતુથી લોકો વૈદિક હોળી તરફ વળ્યા છે. વૃક્ષો બચે તે હેતુથી લોકો સારા પ્રયાસ તરફ વળ્યા છે. છેલ્લા 4 થી 5 વર્ષથી લાકડાના ચલણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ હોળી પર્વે લાકડાના ભાવોમાં માત્ર 1 જ રૂપિયાનો વધારો થયો છે તેમ છતા લાકડાનું વેચાણ ઘટ્યું છે.
વૈદિક હોળીનાં પગેલ લાકડાના; વેચાણમાં અસર પડી: વેપારી
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. વેપારીએ જણાવ્યું હતું કે, છેલ્લા 70 થી 80 વર્ષથીબાપદાદાના સમયનો લાકડાનો વ્યાપાર છે. દર વર્ષે 120થી 125 હોળી થાય છે. લાકડાનો ભાવ ચાલું વર્ષે કિલોના 8 રૂપિયા છે અને મણના 160 રૂપિયા ભાવ છે. અમારી પાસે 70 થી 80 ટન લાકડા છે. વૈદિક હોળીના પગલે લાકડાના વેચાણ પર અસર પડી છે. લાકડાનું વેચાણ ચાલુ વર્ષે ઓછું થઈ રહ્યુ છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.