Home /News /bharuch /ભરૂચ GIDCમાં આગની ભયાનક ઘટના, લોકોની આંખોમાં બળતરા થતા સ્થળાંતર કરાયું
ભરૂચ GIDCમાં આગની ભયાનક ઘટના, લોકોની આંખોમાં બળતરા થતા સ્થળાંતર કરાયું
આગની ભયાનક ઘટનાટનાટના
Bharuch GIDC: ભરૂચ જિલ્લાના પાનોલીમાં આવેલ GIDCમાં કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગના કારણે આજૂ બાજુના વિસ્તારોમાં રહેલા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હતી.
ભરૂચ: ભરૂચ જિલ્લાના પાનોલીમાં આવેલ GIDCમાં કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગના કારણે આજૂ બાજુના વિસ્તારોમાં રહેલા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હતી. ઉલ્લેખનીય છે કે, આંખોમાં બળતરા થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ભરૂચમાં એકવાર ફરી આગની ઘટના
ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં એકવાર ફરી આગની ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે ભરૂચના પાનોલી GIDCમાં કેમિકલ કંપનીમાં આગની ઘટના સામે આવી છે. આગ લાગ્યા બાદ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી. માહિતી પ્રમામે કેમિકલ કંપનીમાં લાગેલી આગના ઝેરી ધુમાડાને કારણે સંજાલી ગામના લોકોને આંખમાં બળતરા થયાની ફરિયાદો ઉઠી હતી.
નોંધનીય છે કે, આ પહેલા પણ ભરૂચમાં આગ લાગ્યાની ઘટના સામે આવેલી છે, ત્યારે એકવાર ફરી આગની ઘટના સામે આવી છે. આગનો ધુમાડો એટલો ઝેરી હતો કે લોકોને આંખમાં બળતરા થવા લાગી હતી. આથી ગામ લોકોનું સત્વરે સ્થાળાંતર કરવામાં આવ્યું હતું.