Aarti Machhi, Bharuch: મદદ શબ્દ નાનો છે પરંતુ કોઈના જીવનમાં પ્રકાશ ફેલાવવા ફૂલ નહી તો ફૂલની પાખડી જેટલી કરેલી મદદ પણ જરૂરિયાતમંદ માટે ઈશ્વરના આશીર્વાદ સમાન હોય છે ત્યારે સાંપ્રત સમયમાં જરૂરિયાતમંદોને વિવિધ સંસ્થાઓ મદદ કરતી હોય છે
પરંતુ સમાજમાં મદદ કરવાની ભાવના અને ઉદાહરણ બેસાડવા માટે ઝઘડિયા તાલુકાના સામાજિક આગેવાન અને ગત વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રવજીભાઈ વસાવા અને તેઓના પુત્ર દિનેશભાઈ વસાવા લોકોની મદદે આવ્યા છે.
કહેવાય છે ને કે જરૂરિયાતમંદ લોકોની સેવા એ જ સાચા અર્થમાં સેવા. આ જ ઉકિતને સામાજિક આગેવાન રવજી વસાવા અને તેઓના પુત્ર દિનેશ વસાવાએ સાર્થક કરી બતાવી છે.
સામાજિક આગેવાન રવજી વસાવાએ 55થી વધુ બહેનોને સાડીની ભેટ આપતા જણાવ્યું હતુ કે માતા, બહેનો, દીકરીઓના ચહેરા પર ખુશી જોઈને આનંદની લાગણી અનુભવું છું. તો તેઓના પુત્ર દિનેશ વસાવાએ 100 થી વધુ યુવાનોને કપડાની સહાય આપી હતી. અને લોકોની મદદે આવી આનંદની લાગણી અનુભવી હતી.
આદિવાસી સમાજના પિતા-પુત્રના ઉમદા કાર્યને લઇ તાલુકામાં લોકો તેઓના આ સેવા કાર્યને બિરદાવી રહ્યા છે અને આવી જ રીતે અન્ય આદિવાસી સમાજના આગેવાનો પણ સમાજમાં ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોની વાહરે આવી તો સમાજને ગરીબીમાંથી બેઠો કરી શકાય છે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.