ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની સીમમાં ભળકોદ્રા ગામના ખેડૂત મત્સ્યોદ્યોગ થકી ઓછા ખર્ચે વધુ આવક મેળવી રહ્યા છે. માછલી માર્કેટ સુધી વેચાણ કરવા જવું પડતું નથી કારણ કે,લાઈવ ફિશ ગ્રાહકો સામેથી ખરીદી કરવા આવે છે.
Aarti Machhi, Bharuch: આધુનિક જમાનામાં માછીમારો યાંત્રિક ઉપકરણો, ઉપગ્રહો દ્વારા મત્સ્ય ક્ષેત્રની સચોટ માહિતી ઉપલબ્ધ થતા કુદરતી જળ વિસ્તારમાંથી વધુ પડતી સઘન માછીમારી કરતા થયા છે. હાલમાં માછલી,ઝીંગાની માંગ વધતા કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં ક્યારા સીચી કૃત્રિમ જળ વિસ્તારો ઉભા કરી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી મત્સ્ય, ઝીંગા ઉછેર કરી આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી સહાય
મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓ થકી મત્સ્યોદ્યોગના જુદા જુદા હેતુઓ માટે સહાય કરવામાં આવે છે.
અંકલેશ્વરના કોસમડી ગામની સીમમાં મત્સ્યોદ્યોગ શરૂ
અંકલેશ્વરના ભળકોદ્રા ગામના ખેડૂત પરેશભાઈ પટેલનું કોસમડી ગામની સીમમાં ખેતર આવેલું છે. ખેતરના કેટલાક ભાગમાં મત્સ્યોદ્યોગ માટે તળાવ બનાવ્યા છે, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી મત્સ્ય ઉછેર કરી રહ્યા છે.
મત્સ્ય ઉછેરથી વર્ષો હજારોની આવક
ખેડૂત મત્સ્ય ઉછેર થકી વર્ષે હજારો રૂપિયાની આવક મળવી રહ્યા છે. મચ્છીનું બિયારણ મેળવી ત્રણ મહિનામાં જ વિવિધ જાતની મચ્છી ઉછેર કરી ઉત્પાદન મેળવી રહ્યા છે.
લાઈવ ફિશ તળાવ ખાતે અવનવી માછલીનું વેચાણ
પરેશભાઈ પટેલના તળાવમાં વિવિધ જાતની માછલી જેવી કે રહુ, કટલા, ઘાસકાર્પ, મીરગલ, બ્રિગેડ, ચાઈના, ટીલાપીયા અને રૂપચંદ,પંકજ, મંગુર સહિતની માછલીઓ ઉછેરવામાં આવે છે અને મંગુર ફિશ 150નો ભાવ બાદ કરતાં તમામ માછલીઓના ભાવ કિલોના 240 ભાવે વેચાણ કરવામાં આવે છે.
તળાવ ખાતેથી માછલીનું વેચાણ થતા માર્કેટ સુધી જવું પડતું નથી
મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલ પરેશભાઈ પટેલે માછલી માર્કેટ સુધી વેચાણ કરવા જવું પડતું નથી. પરંતુ લાઈવ ફિશ માર્કેટમાં ગ્રાહકો સામેથી ખરીદી કરવા આવે છે અને નજીવા ભાવે તાજી માછલી લઈ જાય છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂત પણ માછલીના વેચાણથી થતી આવકથી ખુશ છે.