વાગરા તાલુકો મગની ખેતી માટે જાણીતો છે. તાલુકામાં મોટાપાયે મગની ખેતી થાય છે. સારું ઉત્પાદન પણ મળી રહ્યું છે. તેમજ ખેડૂતોને કેનાલમાંથી પાણી મળે તો વધુ ઉત્પાદન મેળવી શકાય તેમ છે.
વાગરા તાલુકો મગની ખેતી માટે જાણીતો છે. તાલુકામાં મોટાપાયે મગની ખેતી થાય છે. સારું ઉત્પાદન પણ મળી રહ્યું છે. તેમજ ખેડૂતોને કેનાલમાંથી પાણી મળે તો વધુ ઉત્પાદન મેળવી શકાય તેમ છે.
Aarti Machhi, Bharuch: ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મગનું વાવેતર કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં મોટાપાયે મગનું વાવેતર કરવામાં આવે છે. તેમાં ખાસ કરીને વાગરા, આમોદ અને જંબુસર તાલુકો મગના વધુ ઉત્પાદન માટે જાણીતો છે. હાલ 3 હજાર એકરમાં જિલ્લામાં મગનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં વાતાવરણના આવતા પલટાને પગલે ખેડૂતો ચિંતા પણ સેવતા હોય છે. મહિલા ખેડૂત છેલ્લા 15 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા કેશવાણ ગામમાં રહેતા મોટાભાગના ખેડૂતો મગની ખેતી સાથે સંકળાયેલા છે. કેશવાણ ગામમાં રહેતા સુશીલાબેન મહેશભાઈ પ્રજાપતિ છેલ્લા 15 વર્ષથી ખેતી કરે છે. તેઓના પતિ એસ.ટી બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. જ્યારે મહિલા ખેતીના કામમાં હોય ત્યારે તેઓના પરિવારના સભ્યો તેઓને મદદ કરે છે.
1 એકર જમીનમાં 10 કિલો મગનું વાવેતર 1 એકર જમીનમાં 10 કિલો મગનું વાવેતર કર્યું હતું. પરંતુ પાણીના અભાવે જોઈએ એટલુ ઉત્પાદન થયું નહિ. જેથી ગામની બાજુમાંથી પસાર થતી કેનાલમાં સમયસર પાણી આવતું રહે તો મગ સાથે અન્ય પાક પણ મોટી માત્રામાં લઈ શકાય તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે.સુશીલાબેને વધુ જણાવતા કહ્યું હતું કે, ગામના અન્ય ખેડૂતો પણ મગની ખેતી કરે છે.પણ પાણીના અભાવે ઉત્પાદન જોઈએ એટલું નહીં મળતા ખેડૂતોને નિરાશા વેઠવી પડે છે. કેનાલ મારફતે પાણી મળે તેવી આશા વાગરા તાલુકાના કેશવાણ સહિત અન્ય ગામની સીમમાં પણ મગની ખેતી કરવામાં આવે છે. મગનો ઉપયોગ ઘરમાં અને ફરસાણમાં વધુ માત્રામાં કરવામાં આવે છે. મગની ખેતી કરતા કેશવાણ ગામના ખેડૂતો ખુશ તો છે, પણ કેનાલ મારફતે પાણી મળે તો ઉત્પાદન બમણું મેળવી શકે તેવી આશા રાખી સેવી રહ્યા છે.
કઠોળ મગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક મગને આરોગવાના ઘણા ફાયદા છે.મગમાં પોટેશિયમ, મેગ્નેશિયમ હોવાથી લોહીનું પરિભ્રમણ કન્ટ્રોલમાં રહે છે. જ્યારે ફાયબર સાથે રેસિન્ટન્ટ સ્ટાર્સ પાચનક્રિયાને સરળ બનાવે છે. બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી હાર્ટ એટેકનો ખતરો ટાળે છે. આ ઉપરાંત ફણગાવેલા મગના પણ ઘણા ફાયદા છે. ફણગાવેલા મગ ખાવાથી બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે. જેથી ડાયાબિટીસનો ખતરો ટળે છે.