Home /News /bharuch /Bharuch : ભાલમાં થતા ભાલિયા ઘઉંની ખેતી ભરૂચમાં, પાણી વિના થતા ઘઉંની કિંમત જાણી ચોંકી જશો

Bharuch : ભાલમાં થતા ભાલિયા ઘઉંની ખેતી ભરૂચમાં, પાણી વિના થતા ઘઉંની કિંમત જાણી ચોંકી જશો

X
દરેક

દરેક પ્રદેશમાં ચોક્કસ પાક થતા હોય છે અને તે જ પ્રદેશમાં વધુ ઉત્પાદન થતું હોય છે. પરંતુ ભાલમાં થતા ભાલિયા ઘઉં ભરૂચ જિલ્લાનાં કેશવાણ ગામમાં ખેડૂતો ઉગાડી રહ્યાં છે. ઓછું પાણી હોવા છતા ઘઉંની ખેતી કરી શ્રીમંત બન્યાં છે.

દરેક પ્રદેશમાં ચોક્કસ પાક થતા હોય છે અને તે જ પ્રદેશમાં વધુ ઉત્પાદન થતું હોય છે. પરંતુ ભાલમાં થતા ભાલિયા ઘઉં ભરૂચ જિલ્લાનાં કેશવાણ ગામમાં ખેડૂતો ઉગાડી રહ્યાં છે. ઓછું પાણી હોવા છતા ઘઉંની ખેતી કરી શ્રીમંત બન્યાં છે.

Aarti Machhi, Bharuch : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં 5600 હેકટરથી વધુ જમીન છે.તાલુકાનાં કેશવાણ ગામનાં ખડૂતો શ્રીમંતોનાં કહેવાતા ભાલિયા ઘઉંની ખતી કરી રહ્યાં છે. પુરતુ પાણી ન હોવા છતા ભાલિયા ઘઉંની ખેતી કરી સારી આવક મેળી રહ્યાં છે.


વાગરા તાલુકાના કેશવાણ ગામના ખેડૂત દાદુભાઈ કાનુભાઈ ગોહિલએ બીકોમમાં અભ્યાસ અધૂરો છોડી દીધો હતો. દાદુભાઇ છેલ્લા 10 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. કેશવાણ ગામના ખેડૂત મોટા ભાગે વરસાદ આધારિત ખેતી કરે છે. વાગરા તાલુકાની સૂકી જમીન અને નહેરમાંથી જરુરી પાણી મળતું નથી. જેના કારણે વાગરા તાલુકાના કેટલાક ભાગમાં સૂકી ખેતી કરવામાં આવે છે. કેશવાણ ગામમાં કપાસ, મગ, તુવેર, મઠિયા, ઘઉંની ખેતી કરવામાં આવે છે. કેશવાણ ગામનાં ખેડૂતો શ્રીમંતોના કહેવાતા ભાલિયા ઘઉંની ખેતી કરી રહ્યા છે.

સિંચાઇની જરુર રહેતી નથી
પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં મીઠા એવા ભાલિયા ઘઉંની જાતની વિશેષતા એ છે કે, આ ઘઉં વગર સિંચાઈએ પણ ઉગાડવામાં આવે છે. વરસાદનું પાણી ઉતરતા ઓક્ટોબરના અંતથી નવેમ્બરના પહેલા અઠવાડીયા સુધીમાં વાવેતર થાય છે. માર્ચ મહિનામાં તેના બાદ પાકની લણણી કરવામાં આવે છે.

માટીમાં રહેલા ભેજ પર ઘઉં થાય છે, એકરે 50 કિલોનું ઉત્પાદન
ભાલિયા ઘઉંની જાતને વરસાદ અને સિંચાઈના પાણીની જરૂરીયાત રહેતી નથી. કારણ કે, ભાલિયા ઘઉંની ખેતી માટીમાં રહેલા ભેજ પર કરવામાં આવે છે. આખા વર્ષમાં સાત વખત ટ્રેકટરથી ખેડાણ કરવુ પડે છે. એકરે મજૂરોને 2 હજાર મજૂરી આપવી પડે છે. હાલ ભાલીયા ઘઉંની કાપણી ખેડૂતો હાર્વેસ્ટરથી કરી રહ્યા છે. જમાં એક એકરે 1 હજાર રૂપિયા કાપણી માટે ખેડૂતે ચૂકવવા પડે છે .જ્યારે ખેડૂત માપણી ગૂગલ મેપના આધારે કરે છે.1 એકરમાંથી 50 કિલો ઉત્પાદન મળે છે.

ભાલિયા ઘઉંનો ભાવ બીજા ઘઉં કરતાં 3 ગણો વધુ હોય છે
ભાલિયા ઘઉંનો ભાવ બીજા ઘઉં કરતાં 3 ગણો વધુ હોય છે. ભાલિયા ઘઉં મોટા ભાગે શ્રીમંતોના ઘઉં તરીકે ઓળખાય છે. ભાલિયા ઘઉં વેચવા અને ખરીદવા માટેની અલગ જ રીતની વેપાર પદ્ધતિ છે. ભાલિયા ઘઉં ખેડૂત એપીએમસીમાં વેચવા જતાં નથી. ખેડૂતો પોતાના બંધાયેલા ગ્રાહકોને સીધા જ આપે છે. કોઈક વાર ખેડૂતોને ગ્રાહકો શોધવામાં તકલીફનો સામનો કરવો પડે છે.



ભાલિયા ઘઉંની રોટલીમાં એક અલગ જ મીઠાશ,લાડુ બનાવવા માટે ઉત્તમ
ભાલિયા ઘઉં સ્વાદમાં મીઠા હોય છે.ભાલિયા ઘઉંની રોટલીમાં એક અલગ જ મીઠાશ હોય છે.ભાલિયા ઘઉંની રોટલી જેમ ઠંડી થાય તેમ પોચી બને છે. કંસાર, લાપસી, લાડુની મીઠાશ માટે ભાલિયા ઘઉં ઉત્તમ માનવામાં આવે છે.
First published:

Tags: Bharuch, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો