Home /News /bharuch /Bharuch: અંકલેશ્વરનાં ખેડૂતોને અમેરિકન મકાઈની ખેતી ફળી, આવક ડબલ થઇ ગઇ

Bharuch: અંકલેશ્વરનાં ખેડૂતોને અમેરિકન મકાઈની ખેતી ફળી, આવક ડબલ થઇ ગઇ

X
અંકલેશ્વરનાં

અંકલેશ્વરનાં ભાઠા વિસ્તારમાં ખેડૂતો અમેરિકન મકાઈની ખેતી કરી રહ્યાં છે. મકાઈનું બમણું ઉત્પાદન લઇ રહ્યાં છે. તેમજ સારી આવક થઇ રહી છે. મણનાં 320 રૂપિયા ભાવ આવી રહ્યો છે. ખર્ચ સામે બમણી આવક થવાની ખેડૂતને આશા છે.

અંકલેશ્વરનાં ભાઠા વિસ્તારમાં ખેડૂતો અમેરિકન મકાઈની ખેતી કરી રહ્યાં છે. મકાઈનું બમણું ઉત્પાદન લઇ રહ્યાં છે. તેમજ સારી આવક થઇ રહી છે. મણનાં 320 રૂપિયા ભાવ આવી રહ્યો છે. ખર્ચ સામે બમણી આવક થવાની ખેડૂતને આશા છે.

Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લામાં અમેરિકન મકાઈની બોલબાલા વધી છે. ઠેરઠેર અમેરિકનની હાટડીઓ જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા જુના નેશનલ હાઇવે અને 48 હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો જિલ્લામાં થતી અમેરિકન મકાઈનો સ્વાદ માણી શકે તે માટે મકાઈની હાટડીઓ જોવા મળી રહી છે.

10 પાસ ખેડૂતે અમેરિકન મકાઈની કરી ખેતી


ભરૂચ અંકલેશ્વર વચ્ચે ખેડૂત અમેરિકન મકાઈની ખેતી કરી રહ્યા છે. ખેડૂત સતિષભાઈ જ્યંતિભાઈ પટેલે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. ખેડૂતે પહેલીવાર અમેરિકન મકાઈની ખેતી કરી છે. ખેડૂત પોણા વીઘા જમીનમાં અમેરિકન મકાઈનું વાવેતર કર્યું છે. સારુ ઉત્પાદન મેળવી રહ્યા છે. અમેરિકન મકાઈની ખેતી કરવા માટે મુખ્યત્વે ગોરાળુથી મધ્યમ ગાડી જમીન માફક આવે છે. આ પાકને ત્રણ મહિનામાં ઉતારી શકાય છે. બજારમાં વેચી શકાય છે.

2500 ના બિયારણ સામે 20 હજારની આવકની ખેડૂતને આશા


ખેડૂત અમેરિકન મકાઈનું 2500 રૂપિયે કિલોનું બિયારણ લાવ્યા હતાં. ખેડૂત ખાતરમાં પોટાશનો વપરાશ કરી રહ્યા છે. પોટાશની ગુણ માર્કેટમાંથી 800 રૂપિયાના ભાવે મળે છે. ખેડૂત આ પાકમાં 5થી 6 વાર પાણી આપે છે. ખેડૂતે અમેરિકન મકાઈની ખેતીમાં કુલ રૂપિયા 10 હજારનો ખર્ચ કર્યો છે. અને સારું ઉત્પાદન મેળવી રહ્યાં છે. માર્કેટમાં 20 કિલોના 320 ના ભાવે વેચી સારી આવક મેળવી રહ્યાં છે.

જુના નેશનલ હાઇવેની બાજુમાં અમેરિકન મકાઈની ખેતી
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રિજ પાસે વેચાતી અમેરિકન મકાઇની ભેલ સૌ કોઈ ખાવા માટે ઉમટી પડે છે. ત્યા નજીક બોરભાઠા બેટ ગામના ખેડૂતે અમેરિકન મકાઈની ખેતી કરી છે.

આ પણ વાંચો: ખંભાળિયાનું ઘી અમૂલ કરતાંય મોંઘુ છે, આ ઘીની આવી છે ખાસિયત

 

અમેરિકન મકાઈની ખેતી કરી સારી ઉપજ મેળવતા થયા
ભરૂચ જિલ્લાના કેટલાક ખેડૂતોએ મકાઈની ખેતી કરી છે અને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. જિલ્લામાં અમેરિકન મકાઈની ખેતી ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ બદલના જમાના સાથે અને માર્કેટમાં અમેરિકન મકાઈની માંગને જોતા ખેડૂતો પણ 90 દિવસના ટૂંકા સમયમાં ઉત્પાદન આપતા અમેરિકન મકાઈની ખેતી તરફ આકર્ષિત થયા છે.
First published:

Tags: Bharuch, Farmer in Gujarat, Farmers News, Local 18