ભરૂચ જિલ્લામાં એકમાત્ર ધોળગામમાં બધા ખેડૂતો ગુવારની ખેતી કરે છે. નદી કિનારાની જમીન ગુવાર માટે અનુકૂળ છે. ગુવારના 20 કિલ્લોના 600 થી 700 રૂપિયા ભાવ મળે છે. રોકડિયો પાક હોય ખેડૂતો ગુવારની ખેતી કરે છે.
Aarti Machhi, Bharuch: ભરુચ જિલ્લાના વાલિયા તાલુકાના ધોળગામ અમરાવતી નદીના કિનારે આવેલું ગામ છે. ગામ નદી કિનારે આવ્યું હોવાથી અહીના ખેડૂતોને ગુવારની ખેતી માટે જમીન અનુકૂળ આવે છે.
ગુવારની ખેતીને ભેજવાળી જમીન અનુકૂળ આવે છે. ગુવારના 1 પેકેટના બિયારણના ભાવ 200 રૂપિયા છે. ગુવારનો પાક ચોમાસાની સિઝનમાં કોહવાઈ જાય છે. જ્યારે ગુવારનો પાક ઉગાડવામાં આવે ત્યારે ખાતર એક ટાઈમ આપવામાં આવે છે. પાક સુકાઈ જાય બાદ તેનું બિયારણ ફરી થઈ શકે છે. ગુવારના પાક નીકળવામાં દોઢથી 2 મહિના જેટલો સમય લાગે છે.
20 કિલોની ગુવારના 600 થી 700 રૂપિયા
ગુવાર પકવતા ખેડૂત વિશાલ વસાવાએ જણાવ્યું હતું કે, તેઓના પાપા સહિત તેઓ છેલ્લા 20 વર્ષથી ગુવારની ખેતી કરે છે. ધોળગામ અમરાવતી નદીના કિનારાના પટ પર આવ્યું હોવાથી અહી પાકને ભેજ મળે છે. તેના લીધે પાક સારા પ્રમાણમાં પાકે છે.
જેમ પાક 2 થી 3 દિવસમાં થઈ જાય છે,ત્યારે તેઓ તેનો ફાલ લઈને અંકલેશ્વર માર્કેટમાં પહોંચાડે છે. તેઓને 20 કિલો ગુવારના 600 થી 700 રૂપિયા મળે છે. ગામનાં બધા ખેડૂતો અહી ગુવારની ખેતી કરે છે.
હીરાપોરથી લઈ ભીલોડ સુધી ગુવારનું વાવેતર
ગુવારની ખેતી માટે ધોળગામથી લઈ ભીલોડ સુધીના પટ્ટા પર અમરાવતી ખાડીના કિનારો જ અનુકૂળ અને ફળદ્રુપ હોવાથી પાક વધુ ઉતરે છે. અહી ગામડામા વસતા ખેડૂતો મોટી માત્રામાં ગુવારનું વાવેતર કરે છે. વાલિયા તાલુકામાં હીરાપોરથી લઈ ભીલોડ સુધી ગુવારનું વાવેતર કરવામાં આવે છે. રોકડયો પાક હોવા સાથે શિયાળામાં પાક વધુ ઉતરતો હોય છે. મણના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો ખર્ચાળ ખેતીને બદલે ગુવારની ખેતી કરે છે.