બંને ધાણાની જાત એટલી જાણીતી કે વેપારી ખેડૂત પાસે જ ખરીદી કરવા આવે છે
ભરૂચ જિલ્લાના શુકલતીર્થની સીમમાં ખેડૂતે અલગ પ્રકારની જાતના ધાણાની ખેતી કરી બમણું ઉત્પાદન મળવી રહ્યા છે અને શાકભાજીના વેપારીઓ સીધા ખરીદી કરવા આવી રહ્યા છે.બીયારણનો ખર્ચ કાઢતા મણે 5000 રૂપિયા મળે છે.
Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ ગામના ખેડૂત સન્મુખભાઈ ઠાકોરભાઈ પટેલ છેલ્લા 50 વર્ષથી નામધારી અને દિનકર જાતના ધાણાની ખેતી કરે છે. તેઓને ધાણાની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન મેળવે છે. તેઓ એક અકર જમીનમાં નામધારી અને દિનકર જાતના ધાણાની ખેતી કરે છે. દેશી ધાણામાં સારૂ ઉત્પાદન નહીં મળતા હાલ તેઓ દિનકર અને નામધારી ધાણાની જાતની ખેતી કરે છે.
કેળાના પાક બાદ લીલા ધાણાની ખેતી લાભદાયી
પિતાજીની તબિયત સારી ન હોવાથી તેઓને ખેતીમાં ઝંપલાવવું પડયું હતુ. તેઓની એક એકર જમીન છે. બીજાની જમીન ગણોતે કરીને ખેતી કરે છે. તેઓનો મુખ્ય પાક કેળ છે. કેળ નીકળી ગયા બાદ તેઓ ધાણાની ખેતી કરે છે. તેમજ મૂળ ફેર કરવા માટે તેઓ ધાણાની ખેતી કરે છે. તેની સાથે દિવેલાનું પણ વાવેતર કરે છે.
શિયાળુ પાક ધાણા થઈ ગયા બાદ દિવેલા પણ ઉતરી જાય છે. દેશી ધાણાની ખેતી કરતા હતા. પરંતુ દેશી ધાણામાં સારૂ ઉત્પાદન નહીં મળતા હાલ તેઓ દિનકર અને નામધારી ધાણાની જાતની ખેતી કરે છે.
ઓછી મહેનત ઉત્પાદન વધુ
નામધારી અને દિનકર જાતની ધાણાની ખેતીમાં ખેડૂત વાવેતર કરે છે, ત્યારે માત્ર એકવાર ડાય નાખે છે. ધાણાની ખેતીમાં ઓછી મહેનતે મબલક ઉત્પાદન મેળવે છે. માત્ર 20 થી 25 દિવસમાં ધાણાનું ઉત્પાદન મેળવે છે.
ખેડૂત એક કિલો બિયારણ નાખે છે. 15 થી 17 મણ ધાણાનું ઉત્પાદન થાય છે. બિયારણમાં 300 રૂપિયા જતા હોય તો તેની સામે 5000 રૂપિયા મળે છે.
વેપારી ખેડૂત પાસે જ ખરીદી કરવા આવે
આ ધાણા ખેડૂતે માર્કેટમાં વેચવા જવું પડતું નથી, બલકી વેપારીઓ જ તેઓના ખેતર આવી લીલા ધાણાની ખરીદી કરી રહ્યા હોવાના દ્રશ્ય જોવા મળ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર