પોંકની સિઝન 3 મહિનાની હોય છે
અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામના ખેડૂત રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેના બાપદાદાઓ વર્ષોથી પરંપરાગત વાણીની ખેતી કરી પોંકનો સ્વાદ માણતા આવ્યા છે. હાલ પોંકની સિઝન નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી એટલે કે, ત્રણ મહિનાની હોય છે, જે સિઝનમાં તેઓ પોંકનું વેચાણ કરે છે.
વાણીનું બિયારણ 200 થી 300 રૂપિયાનું કિલો
વાણીનું બિયારણ 200 થી 300 રૂપિયા કિલોનું મળે છે. રાકેશભાઈ પટેલે પોતાના ખેતરમાં એક એકરમાં 8 થી 10 કિલો વાણી એટલે કે પોંકની ખેતી કરી છે. છેલ્લા 10થી 12 વર્ષથી વાણીની ખેતી કરે છે. જુવારથી અલગ હોવાથી વાણીના પોંકમાં મીઠાશ હોવા સાથે તે નરમ હોવાથી સ્વાદિષ્ટ અને સ્વસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.
પોંકના કિલોનો 600 રૂપિયા ભાવ
હાલમાં અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી ભરૂચ સુધી અને ત્યાંથી વડોદરા સુધી પોંકનું વેચાણ થાય છે. ખાસ કરીને અંકલેશ્વરના પોંકનો સ્વાદ સૌથી સ્વાદિષ્ટ હોય છે.પોંકના કિલોનો 600 રૂપિયા ભાવ છે.જુના કાસીયાના ખેડૂતોને જોઈને અન્ય ગામોના ખેડૂતો પણ વાણીની ખેતી કરતા થયા છે. પોંકનું વેચાણ કરતા વેપારીઓને વેચાણે આપી સારી એવી કમાણી કરી રહ્યા છે.
અંકલેશ્વર વિસ્તારમાં 100 થી 150 વિઘા જમીનમાં વાણી
અંકલેશ્વર વિસ્તારમાં 100 થી 150 વિઘા જમીનમાં વાણીની ખેતી થાય છે. સ્પેશ્યલ પોંકની ખેતી સ્વાદ પ્રિય જનતા માટે જ કરવામાં આવે છે. હાલમાં આટલું વાવેતર થયું છે. જેમ જેમ ઠંડી વધે તેમ પોંકમાં મીઠાશ વધે છે,તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bharuch, Farmers News, Local 18