Home /News /bharuch /Bharuch : જૂના ધંતુરિયાનાં ખેડૂતે પરવરની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવ્યુ, ખેતી આવી રીતે કરે છે

Bharuch : જૂના ધંતુરિયાનાં ખેડૂતે પરવરની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવ્યુ, ખેતી આવી રીતે કરે છે

X
અંકલેશ્વરનાં

અંકલેશ્વરનાં  જૂના ધંતુરિયા ગામનાં ખેડૂત વિજયભાઇ કાંતિભાઇ પટેલ પરવરની ખેતી કરી રહ્યાં છે. પરવરનો છોડ એક વખત લાવ્યા બાદ ત્રણ વર્ષ સુધી ચાલે છે. પોણા વીઘામાંથી અઠવાડિયે 20 મણનું ઉત્પાદન થાય છે.

અંકલેશ્વરનાં  જૂના ધંતુરિયા ગામનાં ખેડૂત વિજયભાઇ કાંતિભાઇ પટેલ પરવરની ખેતી કરી રહ્યાં છે. પરવરનો છોડ એક વખત લાવ્યા બાદ ત્રણ વર્ષ સુધી ચાલે છે. પોણા વીઘામાંથી અઠવાડિયે 20 મણનું ઉત્પાદન થાય છે.

Aarti Machhi, Bharuch : અંકલેશ્વરના જૂના ધંતુરિયા ગામના ખેડૂત વિજયભાઇ કાંતિભાઇ પટેલ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત શરૂઆતમાં ગાય આધારિત રોકડિયા પાકની ખેતી કરતા હતાં. રોકડિયા પાકમાં ઉત્પાદન ઓછું આવતું હતું અને નફાનું ધોરણ નહિવત રહેતું હતું. જેના કારણે ખેડૂતમાં નિરાશા હતી. બાદ ખેડૂતો આત્મા પ્રોજેકટનાં માધ્યમથી બાગાયત ખાતાનાં અધિકારીની મુલાકાત કરી હતી. બાદ શાકભાજીની ખેતીને શરૂઆત કરી હતી અને બાગાયતી ખેતી વિશેની માહિતી મેળવી હતી.

પરવર સહિત રીંગણ, દૂધી, સરગવો સહિતની શાકભાજીની ખેતી કરે છે
ખેડૂત વિજય પટેલ પોણા વીઘા જમીનમાં પરવરના વેલાનું વાવેતર કરે છે. ખેડૂત પરવર સહિત રીંગણ, દૂધી, સરગવો સહિતની શાકભાજીની ખેતી કરી રહ્યા છે. પરવરની ખેતીમાં તેઓને બિયારણ કે છોડ લાવવાની જરૂર રહેતી નથી. પોતાના જ જુના પરવરના વેલા કટ કરીને તેમાંથી ત્રણ ગાંઠ વાવી દે છે. દિંગલા બનાવી તે વાવેતર કરે છે.એકવાર પરવરના છોડ લાવ્યા બાદ તે બે વર્ષ સુધી ચાલે છે.


મહિનામાં બે વખત ખાતરનો ઉપયોગ
ખેડૂત ખાતરમાં સલ્ફેટ, ડાય, પોટાશ, યુરિયાનો વપરાશ કરે છે. ડાય 1400 રૂપિયા, સલ્ફેટ 1000 રૂપિયા, યુરિયા 300 રૂપિયાનું પડે છે. ખાતર મહિનામાં બે વખત નાખે છે. ખેડૂત થાંભલે થાંભલે પરવરના દરેક વેલામાં ખાતરનો વપરાશ કરે છે.


દર સાત દિવસે તેઓને 20 મણથી વધુ પરવરનું ઉત્પાદન
ખેડૂત એક અઠવાડિયામાં પરવર તોડે છે. દર સાત દિવસે 20 મણથી વધુ પરવરનો પાક મળી રહે છે. પરવરની ખેતીમાં એકવાર થાંભલા લગાવી દેવામાં આવે ત્યાર બાદ ખર્ચ ઘણો ઓછો થાય છે. સારી આવક મળી રહે છે.


પરવર ખવાના અનેક ફાયદાઓ
પરવળ ખાવાના ઘણા ફાયદાઓ રહેલા છે. પરવરનું શાક ખાવાથી પાચનશક્તિ વધે છે. તેમજ ઉધરસ, તાવ અને લોહીના વિકારો મટે છે. માંદા માણસ માટે તે માટે ખુબ જ ગુણકારી નીવડે છે.પરવર પાચક, હૃદયને હિતકારી, વીર્ય વધારનાર, હલકું અને જલ્દી પચી જનાર છે, તે પેટના કીડાઓને મારનાર છે.
First published:

Tags: Bharuch, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો