Home /News /bharuch /Bharuch: ખેતીમાં આ પદ્ધતિ ખેડૂતોને કરાવશે મોટો ફાયદો, આટલો થાય છે ખર્ચ

Bharuch: ખેતીમાં આ પદ્ધતિ ખેડૂતોને કરાવશે મોટો ફાયદો, આટલો થાય છે ખર્ચ

X
આ

આ ખેડૂત આધુનિક પદ્ધતિ મલ્ચિંગ પેપર રોલની મદદથી કરે છે તરબૂચની ખેતી

ખેડૂત સુગર ફાયટર તરબૂચની ખેતી કરે છે. 6 થી 8 કિલોગ્રામ વજન ધરાવતા તરબૂચની ખેતી કરે છે. તો તેનો 60 થી 65 દિવસમાં પાક નીકળી જાય છે.3 એકરની સુગર ફાયટર તરબૂચની ખેતી કરતા ખેડૂતોને 6 મલ્ચિંગ પેપર રોલની જરૂર પડે છે.

  • Hyperlocal
  • Last Updated :
  • Bharuch, India
    Aarti Machhi, Bharuch: આજની આ એકવીસમી સદીનો માનવી કુદરતી કે બીજા સંકટોથી બચવા વિજ્ઞાનનો સહારો લે છે અને તેના કારણે જ આજે સમગ્ર વિશ્વમાં ઘણી શોધ થઇ છે. પરંતુ એટલા જ નવા પડકારોનો સતત સામનો કરે છે માનવી. કૃષિક્ષેત્રે થતા પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગને ‘પ્લાસ્ટિકલ્ચર’ કહેવાય છે.

    આ ઉપાય ખેતીમાં પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગોમાંનો સૌથી સરળ ઉપાય છે ‘મલ્ચિંગ’. જમીનમાં રહેલા ભેજને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે છોડ પાક કે ઝાડની આજુબાજુ જમીનને અમુક વસ્તુથી ઢાંકવાની ક્રિયાને ‘મલ્ચિંગ’ કહેવાય છે. તો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખેડૂત આ પદ્ધતિથી તરબૂચની ખેતી કરે છે. આ રીતથી જમીનમાંથી ભેજને ઉડી જતો અટકાવે છે. બાષ્પીભવન થતુ અટકાવે છે અને ઉત્પાદન વધારે છે.

    નેત્રંગ તાલુકાના ખેડૂત આધુનિક પદ્ધતિ મલ્ચિંગ પેપર રોલની મદદથી સુગર ફાયટર જાતના તરબૂચની ખેતી કરે છ?

    ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખેડૂત સુગર ફાયટર તરબૂચની ખેતી કરે છે. 6 થી 8 કિલોગ્રામ વજન ધરાવતા તરબૂચની ખેતી કરે છે. તો તેનો 60 થી 65 દિવસમાં પાક નીકળી જાય છે.3 એકરની સુગર ફાયટર તરબૂચની ખેતી કરતા ખેડૂતોને 6 મલ્ચિંગ પેપર રોલની જરૂર પડે છે. 1 મલચિંગ પેપર રોલ પાછળ કુલ રૂ.1500નો ખર્ચ કરવામાં આવે છે.

    તરબૂચના પાકને સુકુ અને ગરમ હવામાન વિશેષ માફક આવે છે. સુકુ અને ઓછા ભેજવાળા વાતાવ૨ણમાં ત૨બુચના વેલા ઝડપથી વિકાસે છે અને આ તરબુચને પાકવાના સમયે જરૂરી છે. તરબૂચના ફળ પાકવાના સમયે ઓછો ભેજ અને વધારે તાપમાનની જરૂરીયાત રહે છે. તો નેત્રંગ તાલુકાના ખેડૂત શિયાળાની સિઝનમાં સુગર ફાયટર તરબૂચની ખેતી કરે છે.

    ખેડૂતે જણાવ્યું હતું કે ખામણા દીઠ 16 ગ્રામ નાઈટ્રોજન 10 ગ્રામ ફોસ્ફરસ અને 10 ગ્રામ પોટાશ યુકત ખાતરો આપવા જોઈએ જેથી ઉત્પાદન વધુ મેળવી શકાય છે. તો કેલ્શિયમ નાઇટ્રેટ 1700 થી 1800 રૂપિયા 25 કિલોમાં આપે છે. તો વોટર સોલીવોલ પણ આપવામાં આવે છે. દર ત્રીજા દિવસે આ બે વસ્તુ આપવી પડે છે. થીપસ અને ઇયર ની દવા દર 5 માં દિવસે આપવામાં આવે છે.

    આ દવા 3 હજાર રૂપિયા લીટર મળે છે. 1 એકરના 50 હજારનો ખર્ચ કરવામાં આવે છે. તો એપીએમસીમાં એક તરબૂચનો ભાવ 10થી 12 રૂપિયા મળે છે. જે ખૂબ જ ઓછા છે. જો સારો ભાવ મળે તો સારો ફાયદો મળી શકે છે. ખેડૂતે એમ પણ જણાવ્યું હતું કે સુગર ફાયટર જાતના તરબૂચને મેટ્રો સિટીમાં આપવામાં આવે છે. અને તેની ભારતના અન્ય રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bharuch, Farmers News, Local 18, Organic farming

    विज्ञापन
    विज्ञापन