અંકલેશ્વર જુના બોરભાઠા બેટમાં દુધીની ખેતીમાંથી સારી આવક ઉપજાવી રહ્યા છે
અંકલેશ્વરનાં જુના બોરભાઠા બેટમાં ખેડૂત ભીખાભાઇ પટેલ દૂધીની ખેતી કરે છે. ગોળ અને લાંબી દૂધીનું વાવેતર કરે છે. તેમજ મંડપ બાંધીને ખેતી કરે છે. બજારમાં દૂધીનાં 20 કિલોનાં 300 રૂપિય ભાવ મળી રહ્યાં છે.
Aarti Machhi, Bharuch: અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ વિસ્તારમાં રહેતા ખેડૂત ભીખાભાઈ ચીમનભાઈ પટેલ દૂધીની ખેતી કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેડૂત ભીખાભાઈ ચીમનભાઈ પટેલ છેલ્લા 25 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે.ખેડૂતે ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે. ખેડૂત ભીખાભાઈ ચીમનભાઈ પટેલની ઉંમર 58 વર્ષ છે. તેઓ પહેલા એબીસી કંપનીમાં નોકરી સાથે ખેતી કરતા હતા. નિવૃત થયા બાદ ખેતી કરે છે.
વીઘામાં મંડપ પાછળ રૂપિયા 50 હજારનો ખર્ચ
ખેડૂત ભીખાભાઈ ચીમનભાઈ પટેલે ખેતીમાં ગોળ,લાંબી દૂધીનું વાવેતર કર્યું છે. ખેડૂત બજારમાંથી 250 રૂપિયાનું 50 ગ્રામ બિયારણ લાવે છે. ખેડૂતે 1 વીઘામાં મંડપ પાછળ કુલ રૂપિયા 50 હજારનો ખર્ચો કર્યો છે.
વેલા ચઢાવવા માટે દોરીથી રસ્તો બનાવવો પડે છે. ચોમાસામાં ખેડૂત કારેલાની ખેતી કરે છે. દૂધીનું ઉત્પાદન બધી સીઝનમાં સારું થાય છે. ઉનાળામાં તેનું વેચાણ સારું થાય છે. ખેડૂત પાક ફેરબદલ કરીને ખેતી કરે છે.
દવા, ખાતર પાછળ પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થાય
ખેડૂત દૂધીના પાકના પોષણ માટે યુરિયા, સલ્ફેટ સહિતના ખાતરનો ઉપયોગ કરે છે. તેમજ ખેડૂત ઓર્ગેનિક, આર્યુવેદીક સહિતની દવાનો છંટકાવ કરે છે.
ખેડૂત માર્કેટમાંથી 450 રૂપિયાના ભાવે 1 લીટર દવા લાવે છે. દર અઠવાડિયે ખેડૂત ખાતરનો ઉપયોગ કરે છે. તેમાં તેઓને 4 થી 5 હજારનો ખર્ચ થાય છે.
20 કિલો દૂધના 300 રૂપિયા ભાવ મળે છે
લાંબી દૂધી કરતા ગોળ દૂધીમાં મીઠાશ હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. લાંબી દૂધી કરતા ગોળ દૂધીનો માર્કેટ ભાવ પણ સારો મળે છે. ખેડૂત માર્કેટમાં છૂટક દૂધીનું વેચાણ કરવા માટે જાય છે.ખેડૂતને માર્કેટમાં 20 કિલોના 300 રૂપિયા ભાવ મળે છે.
દૂધી આરોગ્ય માટે ફાયદાકારક
લાંબી અને ગોળ બંને પ્રકારની દૂધી વીર્યવર્ધક, પિત્ત અને કફનાશક હોય છે. કોલેરા થતા 25 એમએલ દૂધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી સારું થાય છે. દૂધીમાં ઉત્તમ પ્રકારનો પોટેશિયમ પુષ્કળ માત્રામાં હોય છે. જેના પગલે કિડનીના રોગમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.
દૂધીના બીજનુ તેલ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે અને હૃદયને શક્તિ આપે છે. દૂધીનો ઉપયોગ આંતરડાની નબળા ઈ, કબજિયાત, કમળો, હાઈ બીપી , હૃદયરોગ, ડાયાબિટીસ, શરીરમાં બળતરા સહિતના રોગોમાં ખૂબ ઉપયોગી છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.