મહારાષ્ટ્રના પૂણેમાંથી પોલીસ ખાતામાં ફરજ બજાવતા મહિલા કર્મચારી નર્મદા પરિક્રમા નીકળ્યા છે અને અક્લેશ્વર રામકુંડ ખાતે આવી પહોંચ્યા હતા.તેમણે પરિક્રમા અંગે માહિતી મેળવી હતી.બાદ પરિક્રમા કરવાની પ્રબળ ઈચ્છા થઇ હતી. ગુજરાતના લોકોનો આભાર માન્યો હતો.
Aarti Machhi, Bharuch: ભારતભરમાંથી દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર માં નર્મદા નદીની પરિક્રમા કરે છે. નર્મદા-પરિક્રમા એ એક બહુ જ મુશ્કેલ યાત્રા છે. પોલીસ ખાતામાંથી ચાલુ નોકરીએ મહારાષ્ટ્ર રાજ્યની પૂણે શહેરમાંથી રૂપાલી ગીતે નર્મદા પરિક્રમા કરી રહ્યા છે.નર્મદા નદીએ પશ્ચિમ તેમજ મધ્ય ભારતની સૌથી મહત્વની નદી છે. મધ્ય પ્રદેશના અમરકંટકની પહાડીઓમાંથી નીકળીને ભરૂચ નજીક સમુદ્રમાં મળે છે.
પરિક્રમા અંગે જાણી મનમાં પરિક્રમા કરવાની પ્રબળ ઈચ્છા થઇ
મહારાષ્ટ્ર રાજ્યની પૂણે શહેરમાંથી રૂપાલી ગીતે નર્મદા પરિક્રમા માટે આવ્યા છે. તેઓ પુણામાં પોલીસ હવાલદાર તરીકે ફરજ બજાવે છે. રૂપાલી ગીતે પ્રથમ વખત નર્મદા પરિક્રમા માટે આવ્યા છે. તેઓએ આ પહેલા જગન્નાથ કુંતેનું પુસ્તક વાંચ્યું હતું. તેઓની પુણાની ચિત્રા મૈયાએ નર્મદા પરિક્રમા કરી હતી. તેઓએ યુ ટ્યુબ પર આ અંગેનો ઓનલાઇન વિડિયો મૂક્યો હતો.
રૂપાલી ગીતેએ આ વીડિયો જોયા બાદ તેઓના મનમાં શ્રદ્ધા જાગી હતી. અને પરિક્રમા શું છે તે જાણવા અંગેની જીજ્ઞા થઈ હતી. માત્ર નર્મદા નદીની પરિક્રમા કરવામાં આવે છે. આ અંગેની તેઓએ પૂરી વિગતો મેળવી હતી. ત્યારબાદ તેઓને નર્મદા પરિક્રમા કરવા માટે પ્રબળ ઈચ્છા જાગી હતી. નર્મદા પરિક્રમા શરૂ કર્યા બાદ મનમાં શાંતિ મળી રહી છે. રૂપાલી ગીતે નર્મદા પરિક્રમા કરતા અંક્લેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા.
સેવાભાવી લોકોથી અમારી પરિક્રમા સફળ થઇ
રૂપાલી ગીતેએ જણાવ્યું હતું કે,મધ્ય પ્રદેશ અને ગુજરાત રાજ્યના લોકોનો નર્મદા પરિક્રમા માટે પૂરો સહકાર મળી રહ્યો છે. હું મધ્ય પ્રદેશ અને ગુજરાત રાજ્યના લોકોની આભારી છું.અમને મદદ કરે છે. અલગ અલગ સ્થળોએ ચા- નાસ્તો આપવામાં આવે છે.ગુજરાતના ગરીબ પરિવારો પણ અમને જમવાનું આપે છે. અમારા માટે રહેવા માટે જુદા જુદા સ્થળોએ આશ્રય સ્થાન કે આશ્રમ છે. જેથી કરીને અમારી પરિક્રમા સફળ થઈ જાય. ગુજરાતના લોકોની મદદ કારણે જ અમે લોકો પરિક્રમા સારી રીતે કરી શકીએ છીએ. નર્મદા પરિક્રમા કરવાથી અમને પુણ્ય મળશે. પરંતુ અમારી સહાય કરનારાઓને પુણ્ય મળશે, એવી જ મારી પ્રાર્થના છે.
રેવાનાં 11 રહસ્યોનો સાક્ષાત્કાર કરાવે છે.
અમરકંટકથી ભરૂચનાં સમુદ્ર સંગમ સુધી 1312 કિમીની સંપૂર્ણ પરિક્રમા કરતા 3 વર્ષ, 3 મહિના અને 13 દિવસનો સમય લાગે છે. આ યાત્રા પોતાનામાં એક અનોખી અને રેવાનાં 11 રહસ્યોનો સાક્ષાત્કાર કરાવનારી છે. પૌરાણિક માન્યતા પ્રમાણે સમુદ્ર મંથન બાદ નીકળેલા વિષને ગ્રહણ કરતા ભગવાન શિવને પરસેવો થયો હતો. જે પ્રસ્વેદ નદીનું સ્વરૂપ ધારણ કર્યુ તે નર્મદા. એટલે નર્મદાને શિવ પુત્રી કહેવાય છે.