નર્મદાની પરિક્રમા શરૂ થઈ જવા સાથે હજારો સાધુ, સંતો, યુવાઓ, મહિલાઓ પરિક્રમાવાસી બની યાત્રા કરી રહ્યા છે. ત્યારે હિમાચલના ડિજિટલ બાબાના નામે ઓળખાતા સ્વામી રામશંકર અંકલેશ્વરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લામાં હાલ પરિક્રમાવાસીઓ પરિક્રમા માટે આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યા છે. ભરૂચ જિલ્લાના મુખ્ય માર્ગો જેવા કે નેત્રંગ-વાલિયા માર્ગ, હાંસોટ-અંકલેશ્વર માર્ગ ઉપર થોડા થોડા અંતરે પરિક્રમા વાસી ઓ નજરે પડ્યા હતા. જેઓ અંકલેશ્વરના રામકુંડ ખાતે રાત્રી રોકાણ કરતા હોય છે. જેઓનો જમાવડો મોટી સંખ્યામાં જોવા મળે છે.
નર્મદાની પરિક્રમા શરૂ થઈ જવા સાથે હજારો સાધુ, સંતો, યુવાઓ, મહિલાઓ પરિક્રમાવાસી બની યાત્રા કરી રહ્યા છે. ત્યારે હિમાચલના ડિજિટલ બાબાના નામે ઓળખાતા સ્વામી રામશંકર અંકલેશ્વરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ભારતમાં સદીઓથી અનેકો પ્રકારના સાધુ સંતો હોય છે. જે પોતાની કથા, પ્રવચન અને બીજા કાર્યો થકી પોતાની ઓળખ બનાવે છે. પરંતુ નર્મદા પરિક્રમા કરીને પણ એક સંતે પોતાની નામના ડીજીટલ બાબાના રૂપે કરી છે. જે યુવાન હોવા છતાં પણ નર્મદા પરિક્રમાની સાથે સાથે યુવાનોને ભારતીય સંસ્કૃતિ પરત્વે સોશિયલ મીડિયા થકી જાગૃત કરી રહ્યા છે અને યુવાનોને આધ્યાત્મનું મહત્વ સમજાવી રહ્યા છે.
સ્વામી રામશંકર હિમાચલના બૈજનાથના છે.જેઓ સોશ્યલ મીડિયા પર ડિજિટલ બાબાના નામે દેશભરમાં ભારે ફ્રેન્ડ ફોલોઇંગ ધરાવે છે. નર્મદા પરિક્રમા કરતા કરતા અને દરેક સ્થળે તેનું વિડીયો શૂટિંગ કરતા આ ડિજિટલ બાબા 24 માં દિવસે અંકલેશ્વર રામકુંડ ખાતે આવી પોહચતા મહંત ગંગાદાસે તેમનું સ્વાગત કર્યું હતું. આ યુવા ડિજિટલ બાબાએ જીવનમાં પોતાનામાં રહેલા સામર્થ્યનો અનુભવ કરવા એકવાર નર્મદા પરિક્રમા અવશ્ય કરવાનો સંદેશો આપ્યો છે.
નર્મદા પરિક્રમાના પણ અલગ અલગ પ્રકારની હોય છે.ઉત્તર પરિક્રમા સહિત અનેક પરિક્રમા હોય છે જેમાં પરિક્રમાવાસીઓ ઉમટી પડતા હોય છે ત્યારે આ પરિક્રમા યાત્રા કરવા અને નવીપેઢીને તે અંગે જાણકારી રહે તે માટે ડિજિટલ બાબા આવ્યા છે.