ભરૂચમાં દહેગામમાં વી.સી.ટી. ગર્લ્સ કેમ્પસ આવેલું છે. અહીં 1700 વિદ્યાર્થીનીઓ સુરક્ષા અને સલામતી સાથે શિક્ષણ મેળવી રહી છે. આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને ઉચ્ચશિક્ષણ મળે તેવા હેતુથી સંસ્થાની શરૂઆત કરી હતી.
ભરૂચમાં દહેગામમાં વી.સી.ટી. ગર્લ્સ કેમ્પસ આવેલું છે. અહીં 1700 વિદ્યાર્થીનીઓ સુરક્ષા અને સલામતી સાથે શિક્ષણ મેળવી રહી છે. આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને ઉચ્ચશિક્ષણ મળે તેવા હેતુથી સંસ્થાની શરૂઆત કરી હતી.
Aarti Machhi, Bharuch : બાળકીઓને તણાવ મુક્ત અને પોતાના ઘર જેવું સુરક્ષિત વાતાવરણ મળે તેવી દરેક માતા-પિતા આશા સેવતા હોય છે. હાલના જમાના મુજબ આર્થિક રીતે પગભર ન હોય તેવા પરિવારની દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવવામાં આવે તે હેતુથી વી.સી.ટી. ગર્લ્સ કેમ્પસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અભ્યાસ માટે આવતી બાળકીઓ પોતાને સુરક્ષિત માની રહી છે. ભરૂચના દહેગામ સ્થિત મનુબર રોડ પર વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંકુલ સંચાલિત વી.સી.ટી. ગર્લ્સ કેમ્પસ આવેલું છે. આ કેમ્પસમાં કુલ 1700 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. વી.સી.ટી. ગર્લ્સ કેમ્પસમાં અનેક ટ્રસ્ટીઓ સહિત પારંગત સ્ટાફ ફરજ નિભાવી છે.
આ હેતુથી કેમ્પસની શરૂઆત કરાઇ હતી વર્ષ 2005માં મુન્શી પરિવાર અન સહયોગી સંસ્થાનાં દ્વારા વી.સી.ટી. ગર્લ્સ કેમ્પસની શરૂઆત કરવામાં આવી હતી. આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓ સારુ શિક્ષણ મેળવી શકે તેવા હેતુથી કેમ્પસની શરૂઆત કરવામાં આવી હતી. અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે વી.સી.ટી. મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 270 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. વી.સી.ટી. મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સહિત કેમ્પસમાં મહિલાઓને શિક્ષણ આપતી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીનીઓ માટે સુસજ્જ હોસ્ટેલ તથા લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિદ્યાર્થીનીઓ રમત-ગમતમાં પારંગત થાય તે માટે રમત-ગમતનું મેદાન સુંદર બગીચાની સુવિધા આપવામાં આવી છે.
અહીં છાત્રાઓ કોલેજ સુધીનું શિક્ષણ મેળવે છે કેમ્પસમાં વિદ્યાર્થીનીઓ માટે કોમ્પ્યુટર લેબ, ફિઝિકસ લેબ, સાયન્સ લેબ સહિતની સુવિધાઓ છે. કેમ્પસમાં 125નો સ્ટાફ છે. જેમાં પુરૂષોની સંખ્યા 20 છે. વીસીટી ગર્લ્સ કેમ્પસમાં મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. વીસીટી કેમ્પસમાં પ્રિ-પ્રાઇમરીથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. અહી ગુજરાતી, અંગ્રેજી મીડિયમની વિદ્યાર્થીનીઓ શિક્ષણ માટે આવે છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.