Home /News /bharuch /Bharuch: સંગીત જ મારો પ્રેમ અને સંગીત જ મારી સાધના; ડો.જાનકી મીઠાઇવાલા

Bharuch: સંગીત જ મારો પ્રેમ અને સંગીત જ મારી સાધના; ડો.જાનકી મીઠાઇવાલા

X
ડો.

ડો. જાનકી મીઠાઈવાલાની સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સફર

ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા એવોર્ડ મેળવી સંગીત ક્ષેત્ર નામનાં મેળવનાર ભરૂચનાં ડો.જાનકી મીઠાઇવાલા ફકત સંગીતને જ પ્રેમ કરે છે. સંગતી ઉપરાંત વાંચનનો શોખ છે. તેમજ મહાન શસ્ત્રી સંગીતકારને સાંભળવાનું પસંદ કરે છે.

Aarti Machhi, Bharuch: ભરૂચના હિતેશ નગરમાં રહેતા ડો. જાનકી મીઠાઈવાલાને ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ડો જાનકી મીઠાઈવાલાને નાનપણથી જ સંગીત ક્ષેત્રે રૂચિ હતી. આવો મળીએ ડો.જાનકી મીઠાઇવાલાને.

ડો.જાનકી મીઠાઇવાલા મૂળ ભરૂચના, અંકલેશ્વરમાં અભ્યાસ

ડો.જાનકી મીઠાઇવાલા મૂળ ભરૂચના છે. ડો. જાનકી મીઠાઈવાલાનો જન્મ 9 માર્ચ 1983માં થયો હતો. ડો. જાનકી મીઠાઇવાલાએ અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય શાળામાં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ધોરણ 11 અને 12 સુધીનો અભ્યાસ અમદાવાદમાં કર્યો હતો.


12માં ધોરણ પછી સંગીત ક્ષેત્રમાં જ ડો. જાનકીએ બેચલર્સ, માસ્ટર્સ વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીમાંથી કર્યું છે. ડો જાનકી મીઠાઈવાલાએ બે વખત બેચલર્સ અને માસ્ટર્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં સીએમ હતા ત્યારે મોદી અને લતા મંગેશકરનાં હસ્તે ગોલ્ડ મેડલ મળ્યો હતો. બાદ ડો. જાનકી મીઠાઇવાલાએ સંગીત ક્ષેત્રે મુંબઇમાં પીએચડી કર્યું હતું.


પદ્મવિભૂષણ ડો.પ્રભા અત્રે ગુરુ અને માતા –પિતા પ્રેરણા સ્ત્રોત

એમ કહેવાય છે કે, સંગીત ગુરુ- શિષ્ય પરંપરાથી શીખવાડે છે. ડો. જાનકી મીઠાઈવાલા ગુરુની ટ્રેનિંગ લેવા અર્થે મુંબઈ-પુણે ગયા હતા. તેઓના ગુરુ પદ્મવિભૂષણ ડો પ્રભા અત્રે પૂણે ખાતે રહે છે. અને હાલ 90 વર્ષના છે. જાનકી મીઠાઈવાલાએ શાસ્ત્રીય સંગીતની ટ્રેનિંગ ગુરુ પાસેથી 19 વર્ષથી લઇ રહ્યા છે.તેમજ ડો. જાનકી મીઠાઇવાલાને સંગીત ક્ષેત્રી આવવાની પ્રેરણા માતા-પિતા પાસેથી મળી હતી.


ચાર વર્ષ વિદ્યાર્થીઓને ભણાવ્યા, લગ્ન કર્યા નથી

ડો. જાનકી મીઠાઈવાલાની ઉંમર હાલ 39 વર્ષ છે. હાલ 39 વર્ષની વયે પણ સંગતીને પ્રેમ કરે છે. સંગીતથી તેમનાં દિવસની શરૂઆત થાય છે. તેમજ ડો. જાનકી મીઠાઇવાલાએ લગ્ન કર્યા નથી.સંગીત ક્ષેત્રમાં જ એટલી રુચિ હતી કે, જેના કારણે તેઓએ લગ્ન કર્યા નથી. ડો. જાનકી મીઠાઈવાલાએ એમ. એસ. યુનિવર્સીટીમાં 4 વર્ષ વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા.


સમાજમાં યોગદાન, ઉગતા કલાકારો માટે તકો ઉભી કરે

ડો. જાનકીબેન મીઠાઈવાલા ભરૂચમાં વર્ષ 2013થી કાર્યરત છે. તેમણે ભરૂચને સંગીતનાં શિક્ષણ માટે અંતઃસ્વર ઈન્સ્ટીટ્યૂટ ઓફ મ્યુઝિકની ભેટ આપી છે. તેઓ ઉગતા કલાકારો માટે સંગીત શિક્ષણ સાથે પરફોર્મન્સની તકો ઊભી કરે છે.


તેઓના કલાસીસમાં આશરે 50 વિદ્યાર્થીઓ આવે છે. તેઓ વિદ્યાર્થીઓને શાસ્ત્રીય સંગીત શીખવી રહ્યાં છે.તેઓના ઇન્સ્ટિટ્યૂટ ખાતે ભરૂચ, અંકલેશ્વરના વિદ્યાર્થીઓ શીખવા માટે આવે છે. સુરત, વડોદરા, અમદાવાદ ખાતેથી શાસ્ત્રીય સંગીત શીખવા માટે આવે છે. ડો. જાનકી મીઠાઈવાલા ઓનલાઇન કલાસીસ પણ ચલાવે છે. જેમાં દૂર દૂરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.


ડો.જાનકી મીઠાઈવાલા ભરૂચનું ગૌરવ, અનેક અવોર્ડ મળ્યાં

કલ્ચરલ મિનિસ્ટરી ઑફ ઈન્ડિયા અંતર્ગત અપાતા એવોર્ડ્સમાં 2021માં પુરસ્કાર માટે ભારતીય શાસ્ત્રીય ગાયન માટે ભારતભરમાંથી ભરૂચ સ્થિત કિરાના ઘરાનાનાં ગાયિકા ડો. જાનકી મીઠાઈવાલાની પસંદગી કરવામાં આવી હતી. ભારતની સંગીત નાટક અકાદમી દ્વારા પ્રતિ વર્ષ 40 વર્ષથી નાની વયના કલાકારો માટે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.


વર્ષ 2021ના અવોર્ડી કલાકારો પૈકી ગુજરાતના એકમાત્ર કલાકારને એનાયત થયેલ એવોર્ડ ભરૂચના આંગણે પહોંચાડીને ડો.જાનકીબેન મીઠાઈવાલાએ ભરૂચને ગૌરવ અપાવ્યું છે. ડો.જાનકી બેન મીઠાઈવાલાએ રાજ્ય લેવલે સંગીત સાધક એવોર્ડ મેળવ્યો છે. ગીરનાર રત્ન, સુરશ્રી એવોર્ડ (નેશનલ કેટેગરી), વડનગર ખાતે તાનારીરી ફેસ્ટિવલમાં બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ વડનગર ખાતે મેળવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મિત્રનું લગ્ન કે જુગારધામ? જુગાર રમતા 89થી વધુ નબીરા ઝડપાયા

અંતઃસ્વર નામની એપ્લિકેશન લોન્ચ

ડો. જાનકીબેન મીઠાઈવાલાએ વર્ષ 2022 ફેબ્રુઆરી મહિનામાં અંતઃસ્વર નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. જેમાં તેઓ રોજેરોજ સંગીત શિક્ષણના કોર્ષ મટીરીયલ મુકતા રહે છે. એપ્લિકેશન વિદ્યાર્થીઓને શાસ્ત્રીય સંગીત શીખવા માટે મદદરૂપ રહે છે.

ડો.જાનકી મીઠાઇવાલાને વાંચનો શોખ

ડો.જાનકી મીઠાઇવાલાને વાંચનમાં ઘણો શોખ છે. કિચનમાં આધ્યાત્મિક પુસ્તિકા, ફિલોસોફી, મ્યુઝિક રીલેટેડ પુસ્તકો વાંચવાનું ગમે છે.



શાસ્ત્રીય સંગીતમાં આ કલાકારને સાંભળે છે

ડો.જાનકી મીઠાઇવાલાને શાસ્ત્રીય સંગીતમાં ઉસ્તાદ આમિર ખાન, ગુરુ ડો પ્રભા અત્રે, ઉસ્તાદ રાશિદ ખાન, પંડિત ભીમસેન જોશી, વેંકટેશ કુમારને સાંભળે છે.

ડો.જાનકી મીઠાઇવાલાનું ધ્યેય

ડો. જાનકી મીઠાઇવાલાનું એક જ ધ્યેય છે. તેમને આગળ ઘણું સારું ગાવું છે. લોકોમાં સંગીત બેઝ અવેરનેસ આવે તે માટે કાર્યરત છે. હાલ રિસર્ચ બેઝડ ઇનોવેશન કરી રહ્યા છે. સંગીતનું ડ્રોઈંગ આર્કિટેકચર સાથે તેમજ સ્ટ્રકચર પર તેઓ કામ કરી રહ્યા છે.
First published:

Tags: Award, Bharuch, Local 18, Singing, Winner

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો