રક્તદાન કરવાના ફાયદા જાણો
રક્તદાન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે. લોહીમાં આયર્નનું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું પ્રમાણ ઘટે છે.જેનાથી હાર્ટ અટેકની શક્યતા 88 % જેટલી ઘટી જાય છે. આ ઉપરાંત રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ 33 % જેટલો ઘટાડો થાય છે. રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભર પુરા પરિવારને મદદરૂપ બની શકાય છે અને સમાજને મદદરૂપ થઇ શકાય છે કે જેનું કોઈ મૂલ્ય જ નથી.
સત્ય સાઇ સેવા સમિતિએ રક્તદાન અંગે માહિતી આપતા કહ્યું હતું કે, રક્તદાન અંગે કેટલીક બાબતો જાણવી જોઈએ.રક્તદાન સરળ અને વેદનાહીન માત્ર 10 જ મિનિટની પ્રક્રિયા છે. દરેકને પોતાનું લોહી ક્યા વર્ગનું છે તેની જાણકારી હોવી જોઈએ. 45 કિલોગ્રામથી વધુ વજન ધરાવતી 18 થી 55 વર્ષની તંદુરસ્ત વ્યકિત રક્તદાન કરી શકે છે. પુરુષો ત્રણ માસના અંતરે તો સ્ત્રીઓ ચાર માસના અંતરે નિયમિત રક્તદાન કરી શકે છે. સત્ય સાઇ સેવા સમિતિએ જણાવ્યું હતું કે, રક્તદાન કર્યાના દિવસથી જ એક વર્ષની અંદર પરિવારના કોઈ પણ સદસ્યને લોહીની જરૂરિયાત હોય ભરુચની સિવિલની રેડક્રોસ બ્લડ બેંકમાંથી જરૂરિયાત પ્રમાણે મેળવી શકે છે.
કોણ કોણ હાજર રહશે
રક્તદાન શિબિરમાં ભરૂચ જિલ્લા પ્રમુખ હરિશ ચૌહાણ, કનવીનર વિજય આચાર્ય, સંજય પટેલ, ઇન્દ્રવદન પટેલ, મુકેશ પટેલ, દિનેશ પટેલ, યોગેશ પટેલ, યોગેશ પરમાર, અનિલ સોની, ચંદ્રકાંત પટેલ, જીજ્ઞેશ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહેશે. તો રકતદાન કરનાર દાતાઓને બ્લડ બેંક તથા સમિતિ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. તેઓ દ્વારા ફૂલ નહિ તો ફુલની પાંખડી અર્પણ કરવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bharuch, Blood donation camp, Local 18