Home /News /bharuch /Bharuch : 16 ફૂટ ખોદવા છતા હનુમાનજીની પ્રતિમાનાં પગ ન આવ્યા, પાતાળમાં પગ હોવાની લોકવાયકા

Bharuch : 16 ફૂટ ખોદવા છતા હનુમાનજીની પ્રતિમાનાં પગ ન આવ્યા, પાતાળમાં પગ હોવાની લોકવાયકા

X
​​​​​​​

​​​​​​​ ઝઘડિયા તાલુકાના વણખૂંટા ગામની સીમમાં  સ્વયંભુ પ્રગટેલા  સુરા હનુમાનજીનું મંદિર આવેલું છે. હનુમાજીનાં પગ પાતાળમાં છે અને પાંચડોએ સ્થાપના કરી હોવાની લોકમાન્યતા છે.

​​​​​​​ ઝઘડિયા તાલુકાના વણખૂંટા ગામની સીમમાં  સ્વયંભુ પ્રગટેલા  સુરા હનુમાનજીનું મંદિર આવેલું છે. હનુમાજીનાં પગ પાતાળમાં છે અને પાંચડોએ સ્થાપના કરી હોવાની લોકમાન્યતા છે.

Aarti Machhi, Bharuch : ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણખુંટા ગામે 600 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર આવેલુ છે. આ મંદિર સાથે પૌરાણિક કથા સંકળાયેલી છે.
પાંચ પાંડવો અહીંથી જતા હતા. દરમિયાન આ સ્થળે વચ્ચે હનુમાનજી બેસ્યા હતા. ત્યારે દાદાનું પૂંછડી ઊંચકીને બાજુમાં મુકવા જતા હતા. ઊંચકાયુ ન હતુ અને પરચો આપીને બેસાડયા હતા. ત્યારથી મંદિર સૂરા હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
પાતાળ સુધી મૂર્તિ હોવાનું લોકમાન્યતા
વણખુંટા ગામ સ્થિત સાક્ષાત હનુમાન દાદા છે. અહીં ભકતોનું ધારેલું કામ પૂર્ણ થતુ હોવાની માન્યતા રહેલી છે. મંદિરની સ્થાપના સમયે મૂર્તિ ઉપર લેવાની હતી. 16 ફૂટ ખોદવા છતા પગ આવ્યાં ન હતાં.

લોકમાનયતા છે કે, પાતાળમાં પગ હોવાથી ઉપર લઇ ન શકાયા. અહીં સ્વયંભુ પ્રગટેલ હનુમાનજી છે. પાંચ પાંડવોએ સ્થાપના કરી હતી.
રંગ અવધૂત મહારાજે એક તેલનો ડબ્બો અર્પણ કરતા જ તળાવ જેવા દ્રશ્યો સર્જાયા

વર્ષ-1968માં રંગ અવધૂત મહારાજ સુરા હનુમાન મંદિરે આવ્યા હતાં. દરમિયાન ખુલ્લામાં હનુમાન દાદાની મૂર્તિ હતી. સંત રંગ અવધુતએ પાંચ ડબ્બા તેલ ચઢાવવા નિર્ણય કર્યો હતો. પરંત એક ડબ્બો તેલ અર્પણ કરતા ત્યાં તેલનું જાણે તળાવ થઈ જતા બાપાએ અન્ય ચાર તેલના ડબ્બા આજુબાજુ ગામના ગ્રામજનોને આપી દીધા હતા;. આ મંદિર ખાતે દાદા હાજરા હાજુર હોવાનું ભક્તિ માની રહ્યા છે.
મોરારિબાપુ, પુનિત મહારાજ સહિતના સંતોએ કર્યા દાદાના દર્શન
વણખુંટા ગામ સ્થિત હનુમાનજીના મંદિર ખાતે પુનિત મહારાજ, મોરારિબાપુ, દલસુખ મહારાજ સહિતના સંતોએ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે. દર શનિવારે અને શ્રાવણ માસમાં તેમજ હનુમાન જયંતીના દિવસે રામધૂનનું આયોજન કરવામાં આવે છે.

દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવે છે
સુરા હનુમાન મંદિરે સુરત,વડોદરા,ભરૂચ અને અન્ય જિલ્લામાંથી હનુમાન ભક્તો દર્શનાર્થે આવે છે. ભક્તોને અગવડ નહીં પડે તે માટે સાંસદની ગ્રાન્ટમાંથી ધર્મશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં ખૂટતી પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તો ભક્તો એક દિવસ રાત્રી રોકાણ કરી શકે.

આ પણ વાંચો: સિહોર માતાનાં મંદિરે વરઘોડિયા કેમ છેડાછેડી છોડે છે?


અતિ પૌરાણિક મંદિર હોવાની અનેક મૂર્તિઓ પણ હયાત
સુરા હનુમાન મંદિર ખાતે હનુમાન દાદાની મૂર્તિની બાજુમાં ભાથીજી મહારાજ, શિવલિંગ અને લક્ષ્મી નારાયણ મંદિર, રક્ષકની પ્રતિમા છે. જેથી આ મંદિર અતિ પૌરાણિક હોવાનું અનુમાન લગાવી શકાય છે.
First published:

Tags: Bharuch, Hanuman Ji, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો