Home /News /bharuch /Bharuch: આ તાઈવાન પપૈયા તમને પણ કરી દેશે માલામાલ, આ ખેડૂતની જેમ કરો ખેતી

Bharuch: આ તાઈવાન પપૈયા તમને પણ કરી દેશે માલામાલ, આ ખેડૂતની જેમ કરો ખેતી

X
આદિવાસી

આદિવાસી વિસ્તારોના ખેડૂતો પણ આધુનિક ખેતી તરફ વળ્યા

નેત્રંગ તાલુકાના કોડવાવ ગામના ખેડૂતે તાઇવાન પપૈયાની ખેતી કરી આદિવાસી ખેડૂતોને નવી ખેતી તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે.પરંતુ સ્થાનીકે યાર્ડ ન હોય અને દલાલો ખેડૂતો પાસથી નજીવા ભાવે ખરીદી કરે છે.

    Aarti Machhi, Bharuch: બદલાતા સમય સાથે ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉપજ થાય તેવા પાકો કરવા તરફ વળ્યાં છે. ભરૂચ જિલ્લામાં રોકડિયા પાકોની ખેતીનું ચલણ વધ્યું છે.હાલ આધુનિક જમાનામાં ખેડૂતો પણ આધુનિક ખેતી કરતા થયા છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આદિવાસી ખેડૂતો સહિત અન્ય ખેડૂતો વૈજ્ઞાનિક ખેતી તરફ વળ્યા હોય તેમ લાગી રહ્યું છે.

    નેત્રંગ તાલુકાના કોડવાવ ગામમાં રહેતા દત્તુભાઈ પટેલ છેલ્લા 22 વર્ષથી અવનવી ખેતી કરે છે. દત્તુભાઈ હાલ તાઇવાન જાતના પપૈયાની ખેતી કરી છે.દત્તુભાઈએ તાઈવાન 786 પપૈયાંની સફળ ખેતી કરી છે. કોડવાવ ગામના ખેડૂત દત્તુભાઈ પટેલે કુલ 3 એકરમાં તાઈવાન પપૈયાંની ખેતી કરી છે. તાઈવાન પપૈયામાં 6 થી 7 મહિને પાક ઉતારે છે. સ્ટેપ બાય સ્ટેપ પાક ઉતારવામાં આવે છે. એક એકરે 4 થી 5 ટન ઉત્પાદન થાય છે.



    વાઇરસને કારણે મુશ્કેલી પડી રહી છે

    દત્તુંભાઈ પટેલે ખેતરમાં પપૈયાના રોપાનું વાવેતર કરી સારી એવી માવજત કરી હતી. જોકે વાઇરસને કારણે તકલીફ પડી હતી. ખેડૂત દત્તુભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, કોડવાવએ આદિવાસી પટ્ટી વિસ્તારમાં આવેલ ગામ છે.અહી આદિવાસી ખેડૂતો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. અહી ખેડૂતો આધુનિક ખેતી કરતા થયા છે. અહીં પપૈયા, મરચા, ફળો, શાકભાજીની ખેતી કરે છે.



    નેત્રંગ તાલુકામાં સ્થાનિક લેવલે એપીએમસી શરૂ કરો

    દત્તુભાઈ પટેલે જણાવ્યું હતું કે,ધારસભ્ય, સાંસદોએ સ્થાનિક લેવલે નેત્રંગના એપીએમસી ચાલુ કરે અને લોકલ માર્કેટમાં ખેડૂતોને સારા ભાવ મળે તેમ કરવું જોઈએ. તેઓને સુરત, અંકલેશ્વરમાં ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધારે પડે છે.



    કોઈક વાર 1 હજાર રૂપિયા ભાવ કહેવામાં આવે છે. પરંતુ ત્યાં ગયા પછી અડધો જ ભાવ મળે છે અને એક્સપોર્ટ નહીં થાય લોકલ માલ ગણાય છે કહીને અડધો જ આપવામાં આવે છે. નેત્રંગ તાલુકામાં સ્થાનિક લેવલે એપીએમસી ખૂલવું જોઈએ.



    ખેડૂતો પાસેથી નજીવા ભાવે ખરીદી

    પપૈયાની માંગ મેટ્રોસિટી વધુ રહે છે.આ પપૈયાનું દિલ્હી,રાજસ્થાન તેમજ અન્ય શહેરોમાં વેચાણ કરવામાં આવે છે.ખેડૂત પાસેથી દલાલો તદ્દન નજીવા ભાવે પપૈયાની ખરીદી કરી મોટા શહેરોમાં વેચાણ કરે છે, ત્યારે સ્થાનિક માર્કેટમાં વિદેશી કહી શકાય એવા તાઈવાન જાતના પપૈયાનો ઊંચો ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bharuch, Local 18, Organic farming

    विज्ञापन
    विज्ञापन