Home /News /bharuch /Bharuch : દહેજ પોર્ટ અને ઔદ્યોગિક વસાહત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સાથે થઈ જશે લિંકઅપ, આટલા ફાયદા થશે
Bharuch : દહેજ પોર્ટ અને ઔદ્યોગિક વસાહત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સાથે થઈ જશે લિંકઅપ, આટલા ફાયદા થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GSRDCને ભરૂચ-દહેજ એક્સપ્રેસ-વે, વટામણ-પીપળી રોડ સહિતના પ્રોજેક્ટસ ઝડપથી કાર્યરત થાય તેવા સમયબદ્ધ આયોજન માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. GSRDCને આવકના અન્ય સ્ત્રોત વિકસાવવા સુચત કર્યાં હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GSRDCને ભરૂચ-દહેજ એક્સપ્રેસ-વે, વટામણ-પીપળી રોડ સહિતના પ્રોજેક્ટસ ઝડપથી કાર્યરત થાય તેવા સમયબદ્ધ આયોજન માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. GSRDCને આવકના અન્ય સ્ત્રોત વિકસાવવા સુચત કર્યાં હતાં.
Aarti Machhi, Bharuch : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ GSRDC ની 98મી બોર્ડ મિટીંગ ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.
ભરૂચ-દહેજ માર્ગ ઉપર હાલના 70 હજાર વાહનો અને ભવિષ્યમાં વધનારા શહેરી, ગ્રામ્ય તેમજ ઔદ્યોગિક ટ્રાફિકના ભારણને લઈ દહેજ પોર્ટ અને ઔદ્યોગિક વસાહત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સાથે થઈ જશે. દેશના અન્ય મહત્વના બંદરોની જેમ દહેજને કેન્દ્ર સરકારે ત્રીજા ગુડ્ઝ ટ્રેન માટેના અલગ ટ્રેક DFC દિલ્હી-મુંબઈ જોડે સાંકડી લીધું છે.
મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યુ મુખ્યમંત્રીએ નિગમના ચેરમેન તરીકે GSRDC દ્વારા રાજ્યમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટસની પ્રગતિની તેમજ નવા પ્રોજેક્ટની અદ્યતન સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરતાં દિશાનિર્દેશો આપ્યા હતા. માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા તથા GSRDCના મેનેજિંગ ડિરેકટર એ.કે. પટેલે મુખ્યમંત્રી સમક્ષ નિગમના વિવિધ પ્રોજેક્ટસ અને અન્ય કામગીરીનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું.
98મી બોર્ડ બેઠકમાં GSRDCના ડિરેકટરો પણ સહભાગી થયા મુખ્યમંત્રીએ GSRDCને આવકના અન્ય સ્ત્રોત વિકસાવવા ઇનોવેટીવ ફાયનાન્સીંગ પર ઝોક આપવા પણ પ્રેરક સૂચન કર્યુ હતું. આ 98મી બોર્ડ બેઠકમાં GSRDCના ડિરેકટરો પણ સહભાગી થયા હતા.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.