
ગુજરાત કોંગ્રેસમાં જુથવાદ છે તે માનવું પડે તેવો વધુ એક મુદ્દો જોવા મળ્યો છે. જેમાં હવે તો કોંગ્રેસના પોસ્ટરમાંથી પણ શંકરસિંહ વાઘેલાને હટાવી દેવાયા છે. નોધનીય છે કે, તાજેતરમાં જ શંકરસિંહ વાઘેલા હાઇકમાન્ડથી નારાજ થયા હતા. તેમજ ગુજરાત કોંગ્રેસમાં પણ તેમની અવગણનાની ચર્ચા થઇ રહી છે. તો રાજકિય વિશ્વેષકોનું માનીએ તો જો બાપુ કોંગ્રેસમાં ચુંટણી સમયે નિષ્કીય રહે અથવા તો પક્ષ છોડે તો કોંગ્રેસને મોટું નુકશાન થઇ શકે છે કેમ કે શંકરસિંહ વાઘેલાનો મોટો સમર્થક જુથ છે.