Home /News /bharuch /ભરૂચની આશાએ પ્રી સ્કૂલમાં બાળકોએ વિવિધ પ્રવૃતિઓ કરી ચિલ્ડ્રન ડેની ઉજવણી કરી, જૂઓ વીડિયો

ભરૂચની આશાએ પ્રી સ્કૂલમાં બાળકોએ વિવિધ પ્રવૃતિઓ કરી ચિલ્ડ્રન ડેની ઉજવણી કરી, જૂઓ વીડિયો

X
ભરૂચમાં

ભરૂચમાં આવેલ પ્રિ સ્કૂલમાં ચિલ્ડ્રન ડેની અનોખી રીતે ઉજવણી...

ભરૂચની પ્રિ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોએ ચિલ્ડ્રન ડેની અનોખી રીતે ઉજવણી કરી હતી જેમાં બાળકોએ વિવિધ રમતોના માધ્યમથી તેમજ ચાચા નહેરુના જન્મદિવસ નિમિત્તે કેક કટીંગ કરી બલૂન ઉડાડી ચિલ્ડ્રન ડેની ઉજવણી કરી હતી.

    Aarti Machhi, Bharuch: ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ મનાવવામાં આવે છે. બાળકોના અધિકારો અને તેમના શિક્ષણ વિશે જાગૃતિ વધારવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષના બાળ દિવસ પર જાણો 14 નવેમ્બરે જ ભારતમાં બાળ દિવસ કેમ મનાવવામાં આવે છે. 14 નવેમ્બર, 1889ના રોજ ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો જન્મ થયો હતો. જે બાળકોમાં ચાચા નહેરુના નામથી જાણીતા છે. જવાહરલાલ નહેરુ બાળકોને રાષ્ટ્રની અસલી તાકાત અને સમાજનો પાયો માનતા હતા.

    ભારતમાં 1956થી બાળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે પરંતુ પહેલા તે 20 નવેમ્બરના રોજ મનાવવામાં આવતો હતો. પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના મૃત્યુ બાદ તેમની જયંતિને ભારતમાં બાળ દિવસની તારીખ તરીકે પસંદ કરવામાં આવી હતી અને ત્યારથી બાળકોના પ્રિય ચાચા નહેરુના 14 નવેમ્બરના રોજ જન્મદિવસને બાળ દિવસ તરીકે મનાવવામાં આવે છે.



    ચાચા નહેરુના મૃત્યુ બાદ ભારતના પહેલા પ્રધાનમંત્રીની જયંતિને બાળ દિવસ તરીકે મનાવવા માટે ભારતીય સંસદમાં એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. આવુ એટલા માટે કરવામાં આવ્યુ કારણકે તે બાળકો વચ્ચે ખૂબ લોકપ્રિય હતા. મંજૂરી મળ્યા બાદથી 14 નવેમ્બરનો બાળ દિવસ ભારતમાં મનાવવાનુ શરૂ થયુ.
    14મી નવેમ્બર એટલે નહેરુ ચાચાને બાળકો પ્રિય હોવાથી આજના દિનને બાળ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે.



    દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસના ભાગરૂપે બાળકો વિવિધ રમતોના માધ્યમથી મનાવે છે જેના ભાગરૂપે ભરૂચની બાયપાસ ચોકડી નજીક આવેલ આશાએ પ્રિ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોએ ચિલ્ડ્રન ડેની અનોખી રીતે ઉજવણી કરી હતી.



    જેમાં બાળકોએ વિવિધ રમતોના માધ્યમથી તેમજ ચાચા નહેરુના જન્મદિવસ નિમિત્તે કેક કટીંગ કરી બલૂન ઉડાડી ચિલ્ડ્રન ડેની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં શાળાના પ્રેસિડેન્ટ અસ્મા પટેલે બાળકોને ગિફ્ટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bharuch, Birthday Celebration, Children, Jawaharlal Nehru, Local 18

    विज्ञापन
    विज्ञापन