Home /News /bharuch /Bharuch: કડકડતી ઠંડી પણ હવે બળકોનું કઈ નહી બગાડી શકે, જાણી લો કેમ

Bharuch: કડકડતી ઠંડી પણ હવે બળકોનું કઈ નહી બગાડી શકે, જાણી લો કેમ

X
ભરૂચના

ભરૂચના જલારામ મંદિર પાસે આવેલ શાળાના જરૂરિયાતમંદ બાળકોને સ્વેટરની સહાય

ભરૂચના જલારામ મંદિર સ્થિત શાળામાં બાળકોને શિયાળામાં ઠંડીથી રક્ષણ મળી તે માટે ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ નર્મદા પરિક્રમાવાસીઓને બિસ્કીટ, બુંદી, ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

  Aarti Machhi, Bharuch: ભરૂચમાં પુણ્યતિથિએ સેવાના ભાવ સાથે ઉજવવામાં આવી હતી.સ્વર્ગસ્થ કિરણબેન સૂર્યપ્રકાશ સેજવાની આઠમી પુણ્યતિથિએ નર્મદા પરિક્રમાવાસીઓને બિસ્કિટ,બુંદી, ગાંઠિયા અને જલારામ મંદિર પાસે ગાયત્રીનગર સોસાયટીમાં આવેલી ગાયત્રીનગર મિશ્ર શાળામાં સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા.

  અબોલ પ્રાણીઓની સહાય કરતી સામાજિક સેવા સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના વાત્સલ્ય વંદના પ્રકલ્પ અંતર્ગત જરૂરિયાતમંદ,આર્થિક રીતે નબળી વિદ્યાર્થિનીઓને ઠંડીથી રક્ષણ મળી રહે તેવા શુભ હેતુસર સ્વર્ગસ્થ કિરણબેન સેજવાણીની 8મી પુણ્યતિથી નિમિત્તે મદદ કરવામાં આવી હતી.


  ઠંડીથી રક્ષણ મળે માટે ગરમ કપડાંનું વિતરણ


  ભરૂચના સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરિયામંદ બાળકોને મદદ કરવાના હેતુથી મનમૈત્રી સેવા ફાઉન્ડેશન આગળ આવ્યું છે.ફાઉન્ડેશન દ્વારા દાતાની મદદથી બાળકોને ગરમ કપડાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચમાં ગાયત્રી નગર સ્થિત ગાયત્રી નગર મિશ્ર શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાત મંદ બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.  નર્મદા પરિક્રમાવાસીઓને નાસ્તો કરાવ્યો


  માં નર્મદાની પરિક્રમા મારે આવતા નર્મદા પરિક્રમાવાસીઓને બિસ્કીટ,બુંદી, ગાંઠિયા આપવામાં આવ્યા હતા. આ સંસ્થા દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવ્યા છે અને હાલ પણ સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિનો પ્રવાહ સતત ચાલુ છે. આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ ખરેખર બિરદાવવા લાયક છે.  દર વર્ષે શિયાળામાં ગરમ કપડાંનું વિતરણ


  સંસ્થા દ્વારા દર વર્ષે ભરૂચ શહેરમાં ધાબળા સહિતના ગરમ વસ્ત્રોનું વિતરણ કરવામાં આવે છે.ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરે છે.  ભરૂચ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર કડકડતી ઠંડીમાં માર્ગની બાજુમાં આશરો લેતા લોકોની સંસ્થાઓ દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવે છે.

  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Bharuch, Local 18, Poor people

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन