Home /News /bharuch /Bharuch: આ ગામમાં ખારાશવાળી જમીન ચણાની ખેતીમાં લાવે છે મીઠાશ

Bharuch: આ ગામમાં ખારાશવાળી જમીન ચણાની ખેતીમાં લાવે છે મીઠાશ

X
ભરૂચ

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દરિયા કિનારાથી 10-12 કિમી  દૂર કેશવાણ ગામની સીમમાં ખેડૂત ચણાની ખેતી કરી સારી આવક મેળવે છે.અહીં ખારસવાળી જમીન હોવાનાં કારણે સારું ઉત્પાદન મળે છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દરિયા કિનારાથી 10-12 કિમી  દૂર કેશવાણ ગામની સીમમાં ખેડૂત ચણાની ખેતી કરી સારી આવક મેળવે છે.અહીં ખારસવાળી જમીન હોવાનાં કારણે સારું ઉત્પાદન મળે છે.

Aarti Machhi, Bharuch :ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાના કેશવાણ ગામમાં ખારાશ વાળી જમીન છે. વાતાવરણ અનુકૂળ આવતું હોવાથી ખેડૂતો ઘઉં સાથે ચણાની ખેતી કરી રહ્યાં છે. ગામમાં રહેતા ખેડૂત જયકુમાર રાજુભાઈ પ્રજાપતિ અભ્યાસમાં આઇટીઆઇ કર્યું છે. હાલ ખેતી કરી રહ્યા છે. બાપદાદાની ખેતી સાથે સંકળાયેલા છે. તેઓના ખેતરમાં મગ, ચણા અને વટાણાની ખેતી કરે છે.


ખેડૂત ખેતીમાં કેવી રીતે વાવેતર કરે છે
જય પ્રજાપતિએ ખેતરમાં ખેડાણ કરી ચણાની ખાતર સાથે વાવણી કરે છે. ખેડૂત જમીનની ફળદ્રૂપતા વધારવા નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરતા બેક્ટેરિયાનો ખેતરમાં ફેલાવો કરે છે. હેક્ટર દીઠ 20–25 ગાડા છાણિયું ખાતર જમીનમાં ભેળવીને ચણાનું વાવેતર કરવામાં આવે છે. જેઓ 7 થી 8 હજારનું બિયારણ ખરીદી કરી વાવેતર કરે છે. 1 એકર પાછળ 3 હજારથી વધુનો ખર્ચ થાય છે. મજૂરી, જંતુનાશક દવાઓ સહિતનો ખર્ચ કરવામાં આવે છે.

ખેડૂત ભરૂચના માર્કેટ ખાતે વેચાણ અર્થે જાય છે
110 દિવસનો ચણાનો પાક તૈયાર થઇ જતા એકત્રિત કરી રહ્યા છે. ખેડૂતના પરિવાર પણ તેઓને ખેતીમાં સપોર્ટ કરી અમૂલ્ય પાકને એકત્રિત કરી રહ્યા છે. ચણાનો કઠોળ, પાણીપુરી સહિતમાં વપરાશ થાય છે.



ખેડૂત એકર દીઠ 5 થી 6 ક્વિન્ટલનું ઉત્પાદન મળે છે. ઠેસરનો ખર્ચ અને અન્ય ખર્ચને બાદ કરતાં નહિ નફો નહીં ખોટ જેટલી પ્રમાણમાં ચણાનું ઉત્પાદન મેળવતા થયા છે. તેનો માર્કેટ ભાવ 60 રૂપિયા કિલો વેચાણ થાય છે. તેઓ ભરૂચના માર્કેટમાં વેચાણ અર્થે જાય છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Bharuch, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો